તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો.