1 આમી પેલ્લા કરારામાય, પોરમેહેરે ઈસરાયેલ લોકહાન આરાધના બારામાય એને યે દોરત્યેવોય બોનાડલા જાનારા માંડવા બારામાય નિયમ દેનલા આતા.
ચ્યે બેની જાંએ પોરમેહેરા નોજરેમાય ન્યાયી આતેં, એને પોરમેહેરા બોદી આગના એને નિયમાહાન દોષવોગાર પાળા આતેં.
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.
હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.
પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.
આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો.
કાહાકા જો તો પેલ્લો કરાર ખામ્યે વોગાર રોતો, તે બિજા કરારા જરુરતુજ નાંય રોતી.
ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.