6 બાકી મલકીસાદક જો લેવી કુળા માઅનો નાંય આતો તેરુંબી આબ્રાહામા પાઅને દોહમો ભાગ લેદો એને ચ્યાલ બોરકાતબી દેની, જો કા પોરમેહેરા વાયદો મિળલો આતો.
તુમા બોદા ભવિષ્યવક્તાહા વારીસ હેતા એને ચ્યા કરારા ભાગીદાર હેય, જો પોરમેહેરે તુમહે આગલ્યા ડાયહા આરે કોઅલો, કાહાકા પોરમેહેરાય આબ્રાહામાલ આખ્યાં, ‘તો વંશાકોય દોરતીવોય બોદા જાતી લોક બોરકાત મેળવી.’
પોરમેહેરાય આબ્રાહામ એને ચ્યા કુળા લોકહાઆરે વાયદો કોઅયો કા ચ્યા દોરતી વારીસ બોની, ઈ યાહાટી નાંય જાયા કા આબ્રાહામાય મૂસા નિયમ પાળ્યા બાકી યાહાટી કા સુન્નત કોઅના પેલ્લા આબ્રહામાય પોરમેહેરા નિયમાહાવોય બોરહો કોઅયો એને પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.
પોરમેહેરાય આબ્રાહામાઆરે વાયદો કોઅયો કા બોદે તો યોક વંશ કોય બોરકાત પામી, પવિત્રશાસ્ત્રમાય એહેકેન નાંય લોખલાં હેય કા ચ્યા વંશાહાલ, જેહેકેન બોજ જાંઆહાન, બાકી તો યોકા વંશાકોય, એટલે તો વંશ ખ્રિસ્ત હેય.
યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે.
જેહેકેન કા તુમા જાંઅતેહે કા જોવે પોરમેહેરે આબ્રાહામાલ ઈ આખલા આતાં, “તુમહે વિશેષ પ્રિય પોહો ઈસાકથી તુમહે પરિવારા કુળ ગોણલા જાઅરી,” પાછીબી ચ્યે પારખ્યા કા ભલે તો યા પોહાલ બલિદાન દેઅરી, બાકી ચ્યાલ પોરમેહેરા યા વાયદાવોય ઓલો બોરહો આતો કા તો ચ્યા બલિદાન કોઅરાહાટીબી તિયાર ઓઅય ગીયો.
જોવે આબ્રાહામ ચાર રાજાહાલ માઆઇન યેતો આતો, તોવે ચ્યાલ મલકીસાદક મિળ્યો, જો સાલેમ શેહેરા રાજા એને બોદહાથી ઉચા પોરમેહેરા યાજક આતો, તોવે આબ્રાહામ ચ્યાલ મિળ્યો એને મલકીસાદકાય ચ્યાલ બોરકાત દેની.
આમા નોક્કીજ જાંઅજેહે કા જો બોરકાત દેહે તો બોરકાત લેનારા કોઅતો મોઠો હેય.