28 હાચ્ચોજ મૂસા નિયમ તે નોબળા માઅહાલ મહાયાજક નિવડેહે, બાકી તી કસમ જીં મૂસા નિયમાહા પાછે યેની ચ્યાય પોરમેહેરા પોહાલ મહાયાજકા રુપામાય નિવડયો જો કાયામમાટે યોક સિદ્ધ મહાયાજક બોની ગીયો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જાયને ચ્યાલ જો કોલાહ હારકો ચાલાક હેય, આખી દે આંય આજે એને કાલે બુતાહાલ કાડીન બિમાર માઅહાલ હારાં કોઅહુ, એને તીજે દિહી આપહે કામ આંય પુરાં કોઅઇ લિહીં.
જોવે ઈસુય ખાટા ચાખ્યાં, તોવે આખ્યાં, કા “પુરાં ઓઈ ગીયા” એને ટોલપી નોમાવીન મોઅઇ ગીયો.
બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય.
કાહાકા પોરમેહેર, જ્યાહાટી એને જ્યાથી બોદા કાય ઓઅહે, તો બો બોદા લોકહાન મહિમામાય લેય યા માગહે યાહાટી ચ્યાલ ઈ હારાં લાગ્યા કા પ્રભુ ઈસુલ જીં ચ્યા તારણ કોઅહે દુઃખ ઉઠાવાથી સિદ્ધ બોને.
યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે.
ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.
બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ.
તેહેકેનુજ ખ્રિસ્તાય પોતાલ મહાયાજક બોનાડીન પોતે પોતાલ માનપાન દેઅના નોક્કી નાંય કોઅયા, બાકી પોરમેહેરે ચ્યાલ નેમ્યો ને આખ્યાં, તું મા પોહો હેતો, આજે આંય તુલ પોતાનો પોહા હારકો પ્રગટ કોઅતાહાંવ.
જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”
બાકી ઈસુ કાયામ જીવતો રોહે, યા લીદે કાદાબી માઅહું યાજકા હારકા ચ્યા જાગો નાંય લેય હોકી.
પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે.