18 ગોતીવોગાર એને નોકામ્યો ઓઅના લીદે મૂસા નિયમ પોડતા થોવ્યા.
એને જ્યેં વાતહેકોય તુમા મૂસા નિયમશાસ્ત્રાકોય નિર્દોષ નાંય ઠોરી હોકે, ચ્યા બોદા બારામાય હર કાદો બોરહો કોઅનારો ઈસુકોય નિર્દોષ ઠોરહે.
તે કાય આપા મૂસા નિયમાલ બોરહાકોય નોકામ્યા ઠોરાવજેહે? નાંય કોવેજ નાંય! બાકી આપા મૂસા નિયમાલ ચ્યા બરાબર મહત્વ દેય રીઅલે હેય.
કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય સાદારણ જીવના દાખલો આખહુ, જોવે બેન માઅહા વોચમાય કરારબી જોવે પાક્કો ઓઅય જાહે, તે ચ્યાલ કાદાં રદ્દ નાંય કોએ એને નાંય ચ્યામાય ફેરફાર કોએ.
આંય જીં તુમહાલ આખા માગહુ તી ઈ હેય, કા પોરમેહેરાય આબ્રાહામાઆરે જો કરાર કોઅલો આતો, ચ્ચા ચારસો તીસ વોરહા પાછે મૂસાલ નિયમ દેનલો ગીયો, ચ્યાથી પોરમેહેર ચ્ચા કરારાલ રદ્દ નાંય કોઅય હોકે, એને નાંય બોદલી હોકે.
તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.
તુમહેમાઅને કોલહેક જ્યે, મૂસા નિયમશાસ્ત્રા ગુલામ ઓઅરા માગતેહે, તે મા વાત વોનાયા, આંય તુમહાન આખતાહાવ મૂસા નિયમા ચોપડયેમાય કાય લોખલાં હેય.
બાકી આમી જોવે તુમહે પોરમેહેરાઆરે યોક રીસ્તો હેય, કા એહેકેન પોરમેહેરાય તુમહાન ચ્યા પોહહા હારકે સ્વીકાર કોઅલે હેય, તે પાછે તુમા નોબળા એને નોકામ્યા પેલ્લા શિક્ષણા ગુલામ બોનાહાટી કાહા ફિરી ગીયહેં? કાય તુમહાન બીજેદા ચ્યાજ ગુલામ બોનના લાલસા હેય?
કાહાકા શરીરા કસરાત વાહાયખાન ફાયદો કોઅહે, બાકી ભક્તિકોય બોદી વાતહેમાય ફાયદો હેય, કાહાકા યાકોય આમી યા જીવનામાય એને યેનારા જીવનામાય તુમા ચ્યા જીવનાલ મીળવાહા, જ્યા વાયદો પોરમેહેરાય કોઅલો હેય.
યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.
(કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે.