17 કાહાકા ચ્યા બારામાય પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેહે, “જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, તું ચ્યા હારકો કાયામમાટે યાજક હેય.”
એને પોરમેહેરે મલકીસાદક મહાયાજક હારકા ચ્યાલ મહાયાજક ઓઅરાહાટી નેમ્યો.
બીજે જાગાવોય પોરમેહેરાય ચ્યાલ પાછા આખ્યાં, તું ચ્યે રીતે જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, કાયામુંજ યાજક બોની રોઅરી.
ઈસુ આમહે વતીકોય આમહે પેલ્લો આમહેહાટી હોરગામાય ગીયો, તો મલકીસાદક યાજક હારકો અનંતકાળાહાટી મહાયાજક બોની ગીયો.
લોકહાન ચ્યા યાજકાહા આધારાવોય નિયમ દેનલા ગીયા જ્યા લેવી કુળા હારૂનથી યેનલા આતા, બાકી ચ્યાહાન ચ્યે માધ્યમથી સિદ્ધ નાંય બોનાડી હોક્યા, યાહાટી યોક આજુ યાજકા યેઅના ગોરાજ આતી, યોક ઓહડો યાજક જો હારૂના હારકો નાંય બાકી મલકીસાદક હારકો આતો.
આમી ઈ વોદારે ચોખ્ખાં હેય કા મૂસા નિયમ એને યાજકાહાલ બોદલી દેવામાય યેનહા, કાહાકા આમહે મહાયાજક જો આમી યેનહો, તો મલકીસાદક હારકો યાજક હેય.
જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”