14 ચ્યે આખ્યાં, આંય હાચ્ચાંજ તુલ બોજ બોરકાત દિહી, એને તો પેડીલ કોલહાક ગોણા કોઅહી.
જો પોરમેહેર લોકહાન મૂસા નિયમ પાળનાકોય બોરકાત દેતો, તે ચ્યો બોરકાત્યો વાયદા લીદે આમહેપાય નાંય યેત્યો, બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આબ્રાહામાલ તી બોરકાત દેની કાહાકા ચ્યાય પેલ્લા ચ્યાઆરે કરાર કોઅલો આતો.
ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.