11 આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.
બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે લોગુ મા પાહલા ચાલતો રોય, ચ્યા પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
માનનીય થેયોફીલુસ, બોજ લોકહાય આપે વોચમાય ઓઅલી ઘટનાહા બારામાય વર્ણન લોખાહાટી કોશિશ કોઅલી હેય.
જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.
આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.
યાહાટી આમી યે તીન પ્રકારા કામે કોઅરા જોજે, પોરમેહેરાવોય બોરહો કોઅના, પોરમેહેરા વાયદાવોય આશા રાખના, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅના, બાકી યા તીનહયા માઅને બીજહાવોય પ્રેમ કોઅના બોદહા કોઅતા મોઠાં હેય.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.
બાકી આંય એહેકોય આખી હોકહુ, કાહાકા આપહાન પવિત્ર આત્માથી પુરાં આસ્વાસન હેય કા પોરમેહેર આપહાન ન્યાયી હારકા સ્વીકાર કોઅરી કાહાકા આપા ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે.
આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
આપા જોલે આત્મિક રીતે પરિપક્વ હેજે, બોદહા ઓ વિચાર રા જોજે, એને જો કાદ્યે વાતમાય તુમહે આલાગ વિચાર હેય, તે પોરમેહેર ચ્ચાલબી તુમહાવોય પ્રગટ કોઅય દી.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
તુમા એહેકેન ચ્યે આશા લીદે કોઅતેહે, જીં હોરગામાય તુમહેહાટી થોવલાં હેય, તુમા પેલ્લાથીજ ચ્યા બારામાય વોનાલે હેય, જોવે પેલ્લાદા લોક તુમહાપાય યેના એને તુમહાન ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખી, જો પોરમેહેરા હાચ્ચો સંદેશ હેય.
આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.
કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.
એને તુમા મોકોદુનિયા વિસ્તારમાય રોનારા બોદા વિસ્વાસી લોકહાઆરે એહેકેન પ્રેમ કોઅતાહા, તેરુંબી ઓ બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે આજુબી વોદતા જાં.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા ભોલાં કામ કોઅરાહાટી થાકી નાંય જાતા.
ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા.
આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય.
એહેકેન કોઇન જાંઅજેહે કા આપા હાચ્ચાઇથી હેય, એને જ્યેં વાતહેમાય આમહે મોન આપહાન દોષી ઠોરવેહે, ચ્ચે વાતહેબારામાય આપા પોરમેહેરા હામ્મે આપહે મોનાલ ઈંમાત દેય હોકહુ.
જ્યા લોક જીત મેળાવતાહા, એને જ્યા છેલ્લે સમય લોગુ મા આગના પાલન કોઅતાહા, આંય ચ્યાહાન દેશહાવોય રાજ્ય કોઅના ઓદિકાર દિહી.