10 જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
જો કાદો યોક ગોલાસ પાઆઈ તુમહાન યાહાટી પાજી કા તુમા મા શિષ્ય આખાતાહા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા પોરમેહેર નોક્કીજ ચ્યા માઅહાન ઇનામ દેઅરી.
ચ્યાય ચ્યાહાન આખ્યાં” તુમાબી દારાખાહા વાડયેમાય જાં, એને કામ કોઆ.
ચ્યેજ રીતેકોય જ્યાલ બેન તાલાંત મિળ્યાં, ચ્યાય બી પાછા બેન તાલાંત કામાવ્યા.
આંય તુમહાન હાચ્ચાંજ આખહુ જો કાદો યોક ગોલાસ પાઆઈ તુમહાન યાહાટી પાજી કા તુમા ખ્રિસ્તા શિષ્ય આખાતાહા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા પોરમેહેર નોક્કીજ ચ્યા માઅહાન ઇનામ દેઅરી.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જ્યાલ માયે દોવાડયોહો ચ્યાલ જો માની લેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
એને આખ્યાં, “ઓ કરનેલીયુસ, તો પ્રાર્થના વોનાય લેદહી એને તો દાન પોરમેહેરે માન્ય કોઅવામાય યેના.
કરનેલીયુસાય હોરગા દૂતાલ આખ્યાં, “ઓ માલિક, કાય હેય?” ચ્યાય ચ્યાલ આખ્યાં, “તો પ્રાર્થના એને તો દાન યાદગીરીહાટી પોરમેહેરા હામ્મે પોઅચ્યાહા.
તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.
પવિત્ર લોકહાન જીં કાય ગોરાજ હેય, ચ્યામાય ચ્યાહા મોદાત કોઆ, ગાવારાહા ચાકરી કોઅરાહાટી સાદા તિયાર રા.
આમી યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહાન પોયહા દેઅના સેવાયે બારામાય, માન તુમહાન લોખના કાય જરૂરત નાંય હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
યાહાટી જોવેબી આપહાન હારો તોક મીળે, તે આપા બોદા લોકહાહાટી હારાં કામ કોઅતા રોજે, ખાસ કોઇન વિસ્વાસી લોકહાઆરે.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.
ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય.
આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.
ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે.
બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે.
જોવે પોરમેહેરા હામ્મે આપા આપહે પાપ કબુલ કોઅજેહે, તોવે તો આપહે પાપ માફ કોઅહે, એને આપહાન બોદા અન્યાય માઅને ચોખ્ખાં કોઅહે, કાહાકા તો બોરહાવાળો એને ધાર્મિક હેય.