14 બાકી ભારે ખાઅના ચ્યાહાહાટી હેય જો યાલ ચાવી હોકહે, એને જો અનુભવથી હારાં એને માઠાં વોળખાહાટી સમર્થ હેય.
યાહાટી તુમા કાયામ તીંજ કોઆ જીં હારાં હેય, જેહેકોય તુમહે હોરગામાઅને આબહો જીં હારાં હેય તીંજ કોઅહે.
જીં માઅહું બોરહો કોઅનામાય નોબળાં હેય, ચ્યાલ સ્વીકાર કોઆ, બાકી ચ્યાઆરે બોલાબોલીથી ન્યાય નાંય કોઅના, કા ચ્યાય કાય કોઅરા જોજે એને કાય નાંય કોઅરા જોજે.
આંય જોવે મજબુત વિસ્વાસી લોકહા વોચમાય રોહુ, તોવે આંય જ્ઞાના વાતો કોઅહુ, બાકી માઅહા એને યા દુનિયા ઓદિકાર્યાહા જ્ઞાન નાંય જીં નાશ ઓઅનારા હેય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.
ઈ તાંવ લોગુ ચાલુ રોય, જાવ લોગુ કા આપા બોરહામાય એને પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય જ્ઞાનમાય યોક નાંય ઓઅય જાજે, તોવે આપા બોદી વાતહેમાય પરિપક્વ ઓઅય જાહું, જેહેકેન ખ્રિસ્ત બોદી રીતીકોય પરિપક્વ હેય, એને આપા પુરીરીતે ચ્યા હારકે ઓઅય જાહું.
આપા જોલે આત્મિક રીતે પરિપક્વ હેજે, બોદહા ઓ વિચાર રા જોજે, એને જો કાદ્યે વાતમાય તુમહે આલાગ વિચાર હેય, તે પોરમેહેર ચ્ચાલબી તુમહાવોય પ્રગટ કોઅય દી.
બોદી વાતહે ખાત્રી કોઆ, કા ઈ પોરમેહેરાપાઅને હેય કા નાંય, જીં હારાં હેય તી માના એને ચ્યા પાલન કોઆ.
બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે.
યાહાટી યા ખ્રિસ્તા બારામાય પાયાન્યે વાતહેલ ગેડી-ગેડી જાઅના બંદ કોઇન, યા આપા મજબુત શિક્ષણા બારામાય વિચાર વિનિમય કોઅતે, એને આમી આપા મોરણા એહે લેય જાનારા કામહાથી મોન ફેરવા, એને પોરમેહેરાવોય બોરહો થોવના,
આમા બોદે બોજ વોખાત ચુકી જાજહે જો કાદો વચનામાય નાંય ચુકે, તે તી સંપુર્ણ માઅહું હેય, એને તો પોતે શરીરાવોય પુરે રીતેકોય કાબુ કોરાહાટી સક્ષમ હેય.