11 યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે.
જોવેને યોહાન બાપતિસ્મા દેનારાય સંદેશ દેયના સુરુ કોઅયા, ચ્યા દિહા પાયને આમી લોગુ હોરગા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે, યા દુનિયા ખારાબ લોક ચ્યાહાન નાશ કોઅરા કોશિશ કોઅતાહા.
“પોરમેહેરા રાજ્યામાય જાઅના વાટ હાકડા બાઅણા માઅને જાહે, કાહાકા નાશ એછે જાનારા બાઆં પોઅળા હેય, એને ચ્યા વાટ હેલ્લી હેય, એને ચ્યામાઅને માજા જાનારા લોક બોજ હેય.
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
જાવ લોગુ યોહાન બાપતિસ્મા દેનારો યેનો, તાંવ લોગુ મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા વચન તુમહે માર્ગદર્શક રિયા; બાકી આમી પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે.
જીં ખાઅના બોગડી જાહે ચ્યાહાટી મેહનાત મા કોઅહા, બાકી જીં ખાઅના અનંતજીવના લોગુ ટોકનારા હેય ચ્યાહાટી મેહનાત કોઆ. તી તુમહાન માઅહા પોહો દી, કાહાકા પોરમેહેર આબહે ચ્યાલ એહેકેન કોઅના ઓદિકાર દેનલો હેય.”
“યાહાટી ઓ રાજા અગ્રીપ્પા, માયે ચ્યા હોરગા દર્શના પાલન કોઅયા,
એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.
કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.
યાહાટી મા પ્રિય વિસ્વાસ્યાહાય, જેહેકેન તુમા કાયામ મા વાત માનતેહેં, તેહેકેન આમીબી મા તુમહેઆરે રોઅનાથી વોદારી મા તુમહેઆરે નાંય રોઉં તેરુંબી તુમા બોદા બિઅતે એને કાપતેહેં એહેકેન ચ્ચા કામહાલ કોઅતા જાં જીં ચ્ચા લોકાહાહાટી ઉપયોગી હેય જ્યાહાન પોરમેહેરાય બોચાવી લેદલા હેય.
કાહાકા લોક ઓહડે ખારાબ કામ કોઅતેહે યાહાટી પોરમેહેર ચ્યાહાન સજા દેહે.
ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
ઓ બાહાબોઅયેહેય, હાચવીન રા, કા તુમહેમાય ઓહડા ખારાબ એને બોરહા વગરના મોન નાંય રોય, જો જીવતા પોરમેહેરાલ મોનાય કોઅઇ દેય.
પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી.
ઈસરાયેલા ચ્યા લોક, જ્યાહા વોચમાય પેલ્લીવાર હારી ખોબારે ઘોષણા કોઅલી ગીયેલ, ચ્યે આરામા જાઅનામાય જાય નાંય હોક્યે કાહાકા ચ્યાહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી લોકહાન ચ્યા આરામા જાગામાય જાંહાટી આમીબી મોકો હેય.
આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.
પોરમેહેરે બોજ સમયા પેલ્લા સદોમ એને ગમોરા શેહેરામાય રોનારા લોકહાન સજા દેની, કાહાકા ચ્યાહાય ખારાબ કામે કોઅલે. યા લીદે, ચ્યાય ચ્યાહાન પુરે રીતેકોય બાળીન નાશ કોઅયો ઓલે લોગુ કા તાં કેવળ બુંબર્યાજ રોય ગીયા. એહેકેન કોઇન ચ્યાય નમુનો દેખાડયા કા ચ્યા લોકહા કાય ઓઅરી જ્યા ચ્યા દાક નાંય રાખે.