7 તુયે ચ્યાલ હોરગા દૂતહા કોઅતા વાયજ સમયાહાટી કમી રાખ્યોહો, તેરુંબી તુયે ચ્યાલ રાજા હારકા મહિમા એને આદર દેના એને ચ્યાલ પોતાના આથહા કામહાવોય ઓદિકાર દેનહો.
બાકી જીં હારાં કામ કોઅહે, ચ્યા બોદહાલ મહિમા એને આદર એને શાંતી મિળી, પેલ્લા યહૂદી લોકહાન પાછે ગેર યહૂદી લોકહાન.
એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.
આમી અનંતકાળા રાજા, જો સાદા જીવતો હેય, જ્યાલ કાદાં એઅય નાંય હોકે, તો યોકુજ હાચ્ચો પોરમેહેર હેય, ચ્યાલ માન એને મહિમા યુગ-યુગ ઓઅતી રોય. આમેન.
બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.