Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 13:9 - ગામીત નોવો કરાર

9 યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 13:9
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે.


બાકી નોવો દારાખા રોહો નોવ્યે ઠેલ્યેમાયજ બોઅતેહેં.


ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.


આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.


કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.


કાદાલ બોરહો હેય કા માહાં ખાઅના ઠીક હેય, બાકી જીં માઅહું બોરહામાય નોબળાં હેય, તીં હાકબાજી ખાહે.


જો કાદો યોક દિહાલ ખાસ માનહે, તો પ્રભુહાટી ખાસ માનહે, એને જો માહાં ખાહે, તો પ્રભુહાટી ખાહે, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે, એને જો માહાં નાંય ખાય, તો પ્રભુહાટી નાંય ખાય, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે.


માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.


ખાઅના આપહાન પોરમેહેરાપાય નાંય પોઅચાડે, જોવે તી ખાઅના નાંય ખાજે તોવે આપહે કાય નુકસાન નાંય ઓએ, એને જો તી ખાઅના ખાજે તે આપહાન ચ્યા કાય ફાયદો નાંય ઓએ.


પોરમેહેરુજ હેય, જો તુમહેઆરે આમહાન ખ્રિસ્તામાય મજબુત કોઅહે. પોરમેહેરે આમહેવોય ચ્યા સિક્કો મારીન બિયાના હારકા પોતાનો આત્મા આમહે રુદયામાય દેયને આમહે અભિષેક કોઅયોહો.


ઓ વિસ્વાસી બાહાહાય, જો કાદાં પાપ કોઅતા દેખાયેહે, તે તુમા જ્યેં પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે, નમ્રતાકોય ચ્યાલ હુદરાવા, એને તુમાબી હાચવીન રા, કા કાય તુમાબી પાપ કોઅરા નાંય લાગી જાય.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.


આંય તુમહાન યાહાટી આખતાહાવ, કા કાદો તુમહાન જુઠા શિક્ષણાકોય છેતરે નાંય.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તો તુમહાન ઈંમાત દેય, એને જીં હારાં હેય ચ્યાલ સાદા કોઅરા એને આખાહાટી મજબુત કોએ.


જો તુમા એહેકેન વોનાતેહે કા પ્રભુ યેઅના દિહી યેય ચુકલો હેય, તો તુમહે વિચારાકોય જલદ્યાજ ગાબરાય નાંય જાયના. કાદો એહેકેન યોક ભવિષ્યવાણી રુપામાય કા યોક સંદેશમાય કા યોક પત્રમાય આખી હોકહે, જેહેકેન કા ઈ આમહેપાઅને યેનલા હેય.


ઓ તિમોથી, તું ઈ નોક્કી કોઓ કા જીં તુલ પોરમેહેરાય કોઅરા આખ્યહા તી તું કોઅય રિઅલો હેય, ખારાબ વાતો એને પોરમેહેરા હાચ્ચાં હિકાડનાલ વિરુદ કોઅનારી વાતહે પાઅને આલાગ રો, જ્યાલ લોક જુઠ્યે રીતે જ્ઞાન આખતાહા.


ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.


જોવે યા લોક પ્રભુ પ્રેમાલ યાદ કોઅઈન તુમહેઆરે પ્રીતિ ભોજમાય ખાઅના ખાતહેં, તે યે ચ્યા ખતરનાક ખોલકડા હારકે રોતેહેં, જ્યેં દોરિયા માજે દોબલે રોતેહેં, જીં તુમહે બુડના કારણ બોની હોકહે. ચ્યે ચ્યા નિર્લજ્જ ગોવાળાહા હારકા હેતા, જ્યા કેવળ પોતાનીજ ચિંતા કોઅતાહા. ચ્યે ચ્યા વાદળાં હારકે હેય, જીં દોરત્યેવોય પાઆય પોડ્યા વોગાર બાસ ગાજહે. ચ્યે પાનગોળ મોસમા જાડહા હારકે રોતેહેં, જ્યેં બેની રુપાકોય મોઅલે હારકે રોતેહેં, કાહાકા ચ્યે કાયજ ફળ નાંય દેત એને મુળહાથી ઉપડાય જાતહેં.


ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આંય તુમહાન પોરમેહેરા તારણા બારામાય બોજ કાય લોખા માગતો આતો, જ્યામાય આમા બોદા સહભાગી હેજે. આંય દાબાણ મેહસુસ કોઅતાહાંવ, કા તુમહાન ઈંમાત દાંહાટી લોખું, કા જ્યેં હાચ્ચાયેવોય આમા બોરહો કોઅજેહે એને હાચ્ચાં હિકાડનાલ હાંબાળી રાખાંહાટી સામનો કોઆ. પોરમેહેરે પોતાના પવિત્ર લોકહાન ઈ હાચ્ચાઇ યોકુજ વોખાત કાયામહાટી દેય દેનહા, જો કોદહી નાંય બોદલાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ