19 પ્રાર્થના કોઅરાહાટી આંય તુમહાન આજુબી આગ્રહથી વિનાંતી કોઅતાહાંવ, એટલે આંય જલદી તુમહેપાય પાછો યેય હોકુ.
આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.
ઓ બાહા એને બોઅયેહેય, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા ઉત્તેજના યા વચનાહાલ ધીરજથી માની લા, કાહાકા માયે તુમહાન બોજ ટુંકમાંય લોખ્યાહાં.