13 યાહાટી, યા આપા યહૂદી નિયમાહાલ છોડીન ઈસુવોય બોરહો કોઅતા, એને ચ્યા હાતે નિંદા ઉઠાવાહાટી ચ્યાપાય જાતા.
એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ઈસુવે આખ્યાં “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.
જોવે ચ્યા શેહેરા બાઆ જાય રીયલા આતા, તે સિમોન નાંવા યોક માટડો ગાવા ભાગામાઅને યેરૂસાલેમ શેહેરામાય યી રિઅલો આતો. સિમોન કુરેની ગાવામાઅનો આતો, એને તો સિકંદર એને રૂફસા આબહો આતો, સીપાડાહાય ચ્યાલ આખ્યાં કા તો હુળીખાંબલીન ચ્યા જાગા હુદુ લેય જાય જાં ચ્યા ઈસુલ હુળીખાંબાવોય ચોડાવનારા આતા.
ધન્ય હેય તુમા, જોવે લોક તુમહાન મા શિષ્ય હેય, યા લેદે અપમાન કોઅરી, એને સતાવણી કોઅરી એને જુઠા બોલી બોલીન તુમહે વિરુદમાય બોદી રીતે ખારાબ વાતો આખરી.
ધન્ય હેય તુમા, માઅહા પોહા લેદે તુમહેઆરે દુશ્માની કોઅરી, એને સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેઅરી, એને નિંદા કોઅરી, એને તુમહાન ખારાબ જુઠા હોમજીન નાંવ ખોડી ટાકી.”
એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ચ્યે આખ્યાં, “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.
એને ખ્રિસ્તા લીદે નિંદા ઓઅના યાલ મિસર દેશા ભંડાર કોઅતા મોઠા માલમિલકાત ગોણ્યા કાહાકા તો ભવિષ્યમાય પોતાના પ્રતિફળ મેળવાહાટી વાટ જોવી રોઅલો આતો.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા.
તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી.
યા લીદે તુમહે આગલ્યા હાંગાત્યા નોવાય પામી જાતહા જોવે તુમા ચ્યાહાઆરે ચ્યે ખારાબ વસ્તુહુ માય ભાગીદાર નાંય ઓએ જ્યો ચ્યા કોઅતાહા, યાહાટી ચ્યા તુમહે બદનામી કોઅતાહા.