9 બોરહો કોઅના લીદેજ ચ્યે ચ્યાલ વાયદો કોઅલા દેશામાય પરદેશી બોનીન રિયો, તો પોતાનો પોહો ઈસાક એને યાકૂબહાતે માંડવાહામાય રિયો, જ્યા ચ્યા વાયદા વારીસ આતા.
યા લીદે પોરમેહેરેબી યોક કસમ લેદી, યાથી તો ચ્યા લોકહાન જ્યાહાન વાયદો કોઅલો ગીઅલો આતો ચોખ્ખેરીતે દેખાડાં માગતો આતો કા તો ચ્યાલ પુરાં કોઅરી જો ચ્યાય વાયદો કોઅલો હેય.