25 ચ્યાય કમી સમયાહાટી પાપા સુખા આનંદ લેઅના કોઅતા પોરમેહેરા લોકહાઆરે દુઃખ વેઠના ઈ ચ્યાય વોદારે પોસંદ કોઅયા.
બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.
બાકી આબ્રાહામાય આખ્યાં, ‘ઓ પોહા, યાદ કોઓ કા તું દોરતીવોય રોઇન પોતાના જીવનાહાટી વાન્યો-બાત્યો વસ્તુહુ લાભ લી ચુકયોહો, એને તેહેકોયજ લાજરસાલ બોદ્યો ખારાબ વસ્તુ મિળ્યો, બાકી તો આમી શાંતી પામી રિયહો, એને તું તોડપી રિયહો.
માયે હાચ્ચાંજ મા લોકહા ખારાબ દશા જ્યા મિસર દેશામાય હેય, દેખહી, ચ્યાહા હુંઅકા એને ચ્યાહા રોડના માયે વોનાય લેદલા હેય, યાહાટી ચ્યાહાન બોચાવાં હાટી આંય ઉતી યેનહો, આમી યે, આંય તુલ મિસર દેશામાય દોવાડુહુ.
ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપા આપહે મુશીબાત માયબી આનંદ કોઆ, કાહાકા આમા જાંઅજેહે કા જોવે આપા દુઃખ ઉઠાવજેહે તોવે હારેં રીતે ધીરજ રાખના હિકજેહે,
યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.
આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.
યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.
ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે.
કોલહાક લોક દોગડાટીન માઆઇ ટાક્યા, કોલહાક લોકહાન કરવાટયેથી વેઅરી માઆઇ ટાક્યા એને કોલહાક લોકહાન તારવાયેથી વાડી ટાક્યા. ચ્યા ગરીબ આતા, ચ્યાહાન શિક્ષા દેની એને ચ્યાહાઆરે ખારાબ વેવહાર કોઅયો, ચ્યે ગેટા બોકડાહા ચાંબડા પોવીન એહે-તેહે બોટાકતે રિયે.
યાહાટી જાંઆય લા કા પોરમેહેરા લોકહાહાટી આજુ યોક જાગો તિયાર હેય, જાં ચ્યે પુરી રીતીકોય આરામ કોઇ હોકતેહેં, ચ્યે ચ્યેજ રીતીકોય આરામા કોઇ હોકતેહેં જેહેકેન પોરમેહેરે હાતમે દિહી આરામ કોઅયેલ.
કાહાકા જોવે કાદાં માઅહું ગુસ્સો કોઅહે, તે તી પોરમેહેરાલ ખુશ નાંય કોય હોકે.
તુમા દોરતીવોય મોજ-મોજ્યામાય લાગી રિયા એને મોઠોજ સુખ બગવ્યો, તુમા ફક્ત આપહે મોજ-મોજ્યાહાટી જીવ્યાહા, એને યા પ્રકારથી, તુમહાય પોત-પોતાલ પોરમેહેરાથી ન્યાય ઓઅરાહાટી માતીને તિયાર કોઅયાહાં.
પવિત્રશાસ્ત્રામાય હાચ્ચાંજ લોખ્યાહાં, કા તુમા પેલ્લા પોરમેહેરા લોક નાંય આતા, બાકી આમી પોરમેહેરા લોક હેતા. પેલ્લા તુમા પોરમેહેરા દયાલ નાંય જાઅતા આતા બાકી આમી તુમા યાલ જાંઅતાહા કાહાકા ચ્યાય પેલ્લેથીજ તુમહાવોય પોતાની દયા દેખાડીહી.
ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.”