23 બોરહો કોઅના લીદેજ મૂસા આયહે આબહે ચ્યાલ, જન્મ્યા પાછે ચ્યાલ તીન મોયના લોગુ દુબાડી રાખ્યો, કાહાકા ચ્યાહાય એઅયા, કા તો યોક વિશેષ પોહો હેય, એને ચ્યે રાજા આગના નાંય પાળવાથી બિઅતે નાંય આતેં.
જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા.
ચ્યે સમયે મૂસા જન્મો જાયો, એને તો પોરમેહેરા નોજારેમાય બોજ હારો આતો; એને તીન મોયના લોગુ ચ્યા આયહે-આબહાય ગુપ્તરુપમાય દેખભાલ કોઅયી.
યાહાટી આમા બિક વોગાર આખજેહે, “પ્રભુ મા સહાયક હેય, માન કાંઇજ દાક નાંય લાગે, માઅહું માન કાય કોઅય હોકી?”