19 કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો.
એને આંય તુમહાન આખતાહાવ કા, જ્યો-જ્યો નોકામ્યો વાતો માઅહું આખી, ન્યાયા દિહીહયામાય ચ્યે બોદયે વાતહે ઇસાબ લેવામાય યી.
જોવે તો ગોઅમે ગીયો, તોવે ચ્યા બેની આંદળા ચ્યાપાય યેના ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “કાય તુમહાન બોરહો હેય, કા આંય હારાં કોઓઇ હોકહુ?” ચ્યાહાય આખ્યાં “આમા બોરહો કોઅજેહે કા તું હારો કોઅઇ હોકતોહો.”
તેરુંબી આદામ થી લેઈને મૂસા લોગુ બોદા લોકહાય પાપ કોઅયા એને બોદે મોઅઇ ગીયે, જ્યાહાય આદામા હારકા કોઅહોજ નિયમ નાંય પાળવાથી પાપ નાંય કોઅયા, આદામ ચ્યા માઅહા પ્રતિરૂપ આતો, જો યેનારો આતો.
પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.
ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.
યેથી ઈ ચોખ્ખાં હેય કા પોરમેહેરાલ ચોડાવલ્યો ગીઅલ્યો બેટ એને બલિદાન માય ચ્યા લોકહા રુદયાલ સિદ્ધ બોનાવના ગોતી નાંય આતી, જ્યેં યાહાન ચોડાવતે આતેં.