10 કાહાકા તો ચ્યા સ્થિર પાયાવાળા શેએરા વાટ જોવતો આતો, જ્યા રચના કોઅનારો એને બોનાડનારો પોરમેહેર હેય.
મા પોરમેહેર આબહા ગોઆમાય રોઅના બોજ જાગો હેય, જોવે નાંય રોતા તોવે તુમહાન આંય આખતો કાહાકા આંય તુમહેહાટી જાગો તિયારી કોઅરા જાય રિયહો.
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.
બાકી આપહે વતાન હોરગા હેય, એને આપા યોક તારણારા પ્રભુ ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેઅના વાટ જોવી રીઅલે હેજે.
બાકી ચ્યે યોક ઉત્તમ એટલે હોરગા દેશ હોદના માય લાગલે આતેં, યાહાટી પોરમેહેર ચ્યાહા પોરમેહેર આખાડનામાય પ્રસન્ન આતો, કાહાકા ચ્યેય ચ્યાહાહાટી યોક શેહેર તિયાર કોઅયાહાં.
બાકી તુમા સીયોન ડોગા પાઆય યેના, જાં હોરગ્યા યેરૂસાલેમ હેય, જીં જીવતા પોરમેહેરા શેહેર હેય, જાં લાખો હોરગા દૂત આનંદ કોઅતાહા.
યા લીદે આમહાન જીં રાજ્ય મિળ્યાહાં, તી નાંય આલી હોકે, યાહાટી આમહાય પોરમેહેરા આભાર માના જોજે એને ચ્યા ઇચ્છા નુસાર આદરભાવ એને દાક રાખીન ચ્યા આરાધના કોઅતા રોજે,
કાહાકા ઈહીં દુનિયામાય આપહે કાયામ રોઅના ગોઉ નાંય હેય, બાકી આપા ચ્યા ગોઆ વાટ એઅજેહે, જીં અનંતકાળા હેય.
કાહાકા હરેક યોક ગોઆલ કાદોને કાદો બાંદનારો રોહોય, બાકી પોરમેહેરે બોદાંજ કાય બોનાડયાહા.
માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય.