32 ચ્યા વિતી ગીઅલા દિહાહાન યાદ કોઆ, જોવે તુમહાય પેલ્લીવાર ખ્રિસ્તા બારામાય હિક્યા, ચ્યે સમયે તુમા દુઃખ વેઠીનબી કેહેકેન મજબુત બોની રીયલે.
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
તેરુંબી. આપા ચ્ચા નિયમાહા નુસાર આગલા વોદતા રા, જીં આપહાય આમીલુગુ માનલા હેય.
મા ઇચ્છા હેય કા તુમા જાંઆય લા, કા તુમહે એને જ્યેં લાવદિકિયા શેહેરામાય હેય, એને ચ્યા બોદહાહાટી જ્યાહાન માયે નાંય દેખ્યહે આંય કોલાં કોઠીણ મેહનાત કોઅતાહાંવ.
તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી.
તુમા ઓલા સમયથી બોરહો કોઅતાહા કા આમીતે તુમહાય હિકાડનારા બોની જાં જોજતાં, બાકી તુમહાન તે આમી ઓહડા માઅહા જરુરી હેય જો તુમહાન પોરમેહેરા વચના પાયાન્યો વાતો પાછા હિકાડે. એહેકેન લાગહે જેહેકેન તુમા યોક પોહા હારકા બોની ગીયહા, જેથી આમીબી દુદ પાજના જરુરી હેય, કાહાકા તો ખાઅના નાંય ચાવી હોકે.
જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
કાહાકા જ્યા લોક બોરહાલ નાકાર કોઅઇ દેતહા, ચ્યાહાન પાછા મોન બોદાલના સ્થીત્યેલોગુ નાંય લેય યેય હોકાય, ચ્યાહાય યોક વોખાત પોરમેહેરા હાચ્ચાયેલ જાંઅયા જીં પોરમેહેરા પાયને યેહે એને હોરગામાઅને વરદાન મેળવ્યાહાં એને ચ્યાહાન બીજહા હાતે મિળીન પવિત્ર આત્મા મિળ્યાં.
યાહાટી તુમહાય હાચવીન રા જોજે કા કાય યા લોક તુમાહાલ ધોકો નાંય દેય, યાહાટી તુમા ટાકી નાંય દેય જ્યાલ મેળવાહાટી આમાહાય ઓલી મેહનાત કોઅયીહી. બાકી તુમા તી બોદો બોદલો મેળવાહા જ્યા વાયદો પોરમેહેરાય તુમહેઆરે કોઅયોહો.
યાહાટી વિચાર કોઓ, કા તું પેલ્લા માન કેહેકેન પ્રેમ કોઅતો આતો એને આમી તું માન તેહેકેન પ્રેમ નાંય કોએ, યે વાતેકોય પોસ્તાવો કોઓ એને માન તેહેકેનુજ પ્રેમ કોઓ જેહેકેન તું પેલ્લા કોઅતો આતો. જો તું પોસ્તાવો નાંય કોઅહે તે આંય તુયેપાય યેયન જાં તો દિવો થોવલો હેય, ચ્યાલ તાઅને ઓટાડી દિહી.
તું ચ્યા શિક્ષણાલ યાદ કોઓ જીં તુલ બોજ પેલ્લા હિકાડલા આતાં, એને જ્યાવોય તુયે બોરહો કોઅલો આતો, જીં તુલ હિકાડલા આતા ચ્યા અનુસરણ કોઓ, એને તો ગલત કામહા પોસ્તાવો કોઓ, જો તું પોસ્તાવો નાંય કોઅહે તે આંય કાદાલ ખોબાર નાંય હેય ઓહડે સમયે યીહીં, જેહેકેન રાતી બાંડ અચાનક યેહે, તેહેકેન આંય તુલ ડૉડ દાંહાટી યીહીં.