24 યા આપા યોકબીજાહાટી પ્રેમાકોય પુરાં ઓરા એને હારેં કામે કોઅરાહાટી ઉત્તેજન દેતા રોતા.
તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.
બાકી પોરમેહેરાય એલીયાલ આખ્યાં, “માયે પોતાનાહાટી હાંત ઓજાર લોકહાન બોચાવી થોવ્યહા, જ્યાહાય જુઠા બાલ દેવતા ભક્તિ નાંય કોઅયી.”
આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
જોવે આંય બોરહો કોઅનામાય નોબળા લોકહાઆરે રોહુ, તે આંય ચ્યાહાઆરે ચ્યાહા હારકો વ્યવહાર કોઅહુ, જેથી આંય ચ્યાહાન ખ્રિસ્તા આગના પાળાહાટી મોદાત કોઅય હોકુ, આંય બોદા માઅહાહાટી બોદા કાય બોન્યો, કા કેહેકેન કેહેકે કોલહાક લોકહા તારણ કોઅય હોકુ.
આંય યે બાબતમાય કાય આગના તે નાંય દેય રિયહો, બાકી બિજા લોકહા આનંદા દાખલો દેયને આંય તુમહે પ્રેમા હાચ્ચાયે પરીક્ષા લાં માગહુ.
કાહાકા આંય તુમહે દાન દેઅના ઇચ્છા જાંઅતાહાંવ, જ્યા લીદે આંય તુમહે બારામાય, મોકોદુનિયા વિસ્તારા વિસ્વાસ્યાહા હામ્મે વાહવા દેખાડુહું, કા તુમા જ્યા આખાયા વિસ્તારા લોક યોકા વોરહાથી તિયારી ઓઅલા હેતા, એને તુમહે ઉત્સાહાય એને બોજ જાંણહાનબી મોદાત કોઅરાહાટી ઉત્સાહી કોઅયા.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
ઓ વિસ્વાસી બાહાહાય, જો કાદાં પાપ કોઅતા દેખાયેહે, તે તુમા જ્યેં પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે, નમ્રતાકોય ચ્યાલ હુદરાવા, એને તુમાબી હાચવીન રા, કા કાય તુમાબી પાપ કોઅરા નાંય લાગી જાય.
ખ્રિસ્તા વચના બારામાય વોદારી ને વોદારી વિચાર કોઅતે રા, એને પુરાં જ્ઞાનાકોય યોકા-બિજાલ હિકાડાં એને સલહો દા, એને તુમહે મોનામાય પોરમેહેરાલ ધન્યવાદ દેયને ભજન એને સ્તુતિગીતે એને આત્મિક ગીતે આખતે રિયા.
જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.
ચ્યાહાટી તુમા યોકબિજાલ દિલાસો દા, એને બોરહામાય યોકાબીજાલ મજબુત કોઆ, જેહેકેન તુમા કોઅય બી રીયહા.
આમહાય કઠીણ મેઅનાત કોઅયી, યાહાટી નાંય કા આમહાન ઓદિકાર નાંય હેય કા આમા તુમહે મોદાત લેજે, બાકી યાહાટી કા આમા તુમહેહાટી નમુનો બોનજે, કા તુમા આમહે હારકા કામ કોએ.
ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય.
યાહાટી કા ચ્યો જુવાન થેએયેહેલ હોમજાડે, કા ચ્યો પોતે માટડાવોય એને પોહહાવોય પ્રેમ કોએ.
ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.
બાહા એને બોઅયેહે હારકા યોક બિજાવોય પ્રેમ કોઅતા રા.
જેલેમાય ટાકલાહા ઓહડી મોદાત કોઆ, કા જાણે તુમા હોગા જેલેમાય હેતા, એને જ્યાવોય સતાવણી કોઅલી જાહાય, ચ્યાહા દુઃખા પોતાના શરીરમાય અનુભવ કોઇને ચ્યાહાન મોદાત કોઆ.
બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય.
ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.