17 પાછી પોરમેહેર ઈ આખહે, આંય ચ્યાહા પાપહાન, એને ચ્યાહા ખારાબ કામહાલ પાછી કોયદિહી યાદ નાંય કોઅહી.
એને આમી જોવે પોરમેહેરે પાપહા માફી કોઅય દેનહી, તે પાછે પાપાહાટી બિજા બલિદાના જરુરી નાંય રોય.
કાહાકા આંય ચ્યાહા પાપ માફ કોઅહી, એને ચ્યાહા પાપહાલ પાછો યાદ નાંય કોઅહી.