11 ચ્યે તે નાશ ઓઅઇ જાઅરી, બાકી તું કાયામુંજ જીવતો રોહે, ચ્યે બોદે ફાડકાહા હારકે જુને ઓઅઇ જાઅરી.
આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”
આકાશ એને દોરતી નાશ ઓઈ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.
એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય.
પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
સ્મુરના શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય યોકદા મોઅઇ ગીઅલો, બાકી આમી જીવતો હેતાંવ, એને સાદામાટે જીવતો રોહીં, આંય તુમહાન ઈ આખતાહાવ.
પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.
એને માયે નોવો આકાશ એને નોવી દોરતી દેખી, કાહાકા જુનો આકાશ એને દોરતી દોરિયા હાતે ગાયપ ઓઅય ગીયે.