9 આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે લોગુ મા પાહલા ચાલતો રોય, ચ્યા પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
ચ્યેજ રીતેકોય જ્યાલ બેન તાલાંત મિળ્યાં, ચ્યાય બી પાછા બેન તાલાંત કામાવ્યા.
ઈસુ ઉઠયો એને ચ્યા શિષ્યહાઆરે ચાલ પોડયો.
તોવે આથ ઉખાય ગીઅલા માઅહાન ઈસુવે આખ્યાં, “ઉઠ એને બોદા માઅહા વોચમાય ઉબો રો.”
ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.
એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.
યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.
યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે.
યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે.
યે વાતે દિયાન રાખે, કા જીં વોછા પોઅહે, તી વોછા વાડી, એને જીં વોદારે પોઅહે, તી વદારે વાડી.
યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા જીં દુઃખ આંય બોગવી રિયહો ચ્યા લીદે તુમા નિરાશ મા ઓઅહા, કાહાકા ઈ તુમહે બોદહાહાટી ફાયદા હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા ભોલાં કામ કોઅરાહાટી થાકી નાંય જાતા.
યાહાટી ઈસુ બારામાય વિચાર કોઆ, જ્યાંય પાપ્યાહા ઓલોબોદો વિરોદ સહન કોઅયો, કા તુમા નિરાશ બોનીન ઈંમાત મા છોડહા.
જો પોરમેહેરાય તુમહાન પાહા માનીન જેહેકેન દેનેલ, તુમા ચ્યા ઉત્તેજન દેનારા સંદેશાલ વિહીરાય ગીયહા, “ઓ મા પોહાહાય, જોવે પોરમેહેર તુમહાન શિક્ષા કોએ ચ્યેલ તુમા નોકામી મા માનહા એને તો ઠપકો દેઅરી તોવે તુમા નિરાશ નાંય ઓઅતા.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
યાહાટી ઓ બાહાબોઅયેહેય, પ્રભુ પાછા યેયના લોગુ ધીર રાખા, જેહેકોય, ખેડુત દોરત્યેવોયને બોજ હારાં ફળા આશા રાખતા પેલ્લા એને છેલ્લા વોરહાદ પોડના લોગુ ધીર રાખહે. યાહાટી કા પાક વાદે એને વાડાહાટી તિયાર ઓએ.
કાહાકા પોરમેહેરા ઇચ્છા ઓહડી હેય, તુમા હારાં કામ કોઆ એટલે તુમા ચ્યા મૂર્ખ લોકહાન તુમહે વિરુદ ગલત દોષ થોવના થી રોકી હોકે જ્યેં પોરમેહેરાલ નાંય જાંએત.
કાહાકા જો પોરમેહેરા ઈ ઇચ્છયા હેય, તે ખારાબ કોઅના લીદે ડોંડ બોગાવના કોઅતા હારાં કોઅના લીદે દુઃખ સહન કોઅના વોદારે હારાં હેય.
યાહાટી જ્યા પોરમેહેરા ઇચ્છા પરમાણે દુઃખ વેઠતાહા, ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો રાખના ચાલુ રાખા જોજે, જ્યેં ચ્યાહા રચના કોઅયીહી. પોરમેહેર કાયામ તી કોઅહે જ્યાલ કોઅના ચ્યાય વાયદો કોઅલો આતો એને યાહાટી જીં હારાં હેય તી કોઅના ચાલુ રાખા.
જો વોનાયા હાટી તિયાર હેય તો વોનાય લેય કા પવિત્ર આત્મા મંડળીલ કાય આખહે: જ્યા લોક જીત મેળાવતાહા, આંય ચ્યાહાન ચ્યા મન્નામાઅને દિહી, જીં ગુપ્ત હેય, આંય ચ્યામાઅને બોદહાન યોક ઉજળો દોગાડ દિહી, જ્યાવોય યોક નોવા નાંવ લોખલાં રોય. જીં માઅહું ચ્યાલ મિળવી ચ્યાલ છોડીન કાદાબી ચ્યા નાવાલ નાંય જાંઆય હોકી.”
તું ધીરજ દોઅતોહો, એને તુયે મા નાંવા લીદે દુઃખ સહન કોઅલા હેય, એને તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયા.
જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, કા પવિત્ર આત્મા મંડળ્યેહેન કાય આખહે, “જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાહાન આંય જીવન દેનારા જાડા ફળ ખાંહાટી પરવાનગી દિહી, જીં પોરમેહેરા હોરગા વાડયેમાય હેય.”