7 પોતાલ દોગો મા દાહા, કાદાબી કોવેબી પોરમેહેરાલ મૂર્ખ નાંય બોનાવી હોકે, કાહાકા માઅહું જીં પોઅહે, તીંજ વાડહે.
બાકી આબ્રાહામાય આખ્યાં, ‘ઓ પોહા, યાદ કોઓ કા તું દોરતીવોય રોઇન પોતાના જીવનાહાટી વાન્યો-બાત્યો વસ્તુહુ લાભ લી ચુકયોહો, એને તેહેકોયજ લાજરસાલ બોદ્યો ખારાબ વસ્તુ મિળ્યો, બાકી તો આમી શાંતી પામી રિયહો, એને તું તોડપી રિયહો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે. બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, યાહાટી, ‘સમય પાહે યેય ગીયહો’ ચ્યાહા પાહલા તુમા મા ચાલી જાતે.
જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.
કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.
તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,
યે વાતે દિયાન રાખે, કા જીં વોછા પોઅહે, તી વોછા વાડી, એને જીં વોદારે પોઅહે, તી વદારે વાડી.
જી કાદાં માઅહું એહેકેન માનહે “આંય બીજાથી હારો હેતાઉ,” બાકી આસલીમાય તેહેકેન નાંય હેય, તે તો પોતાલ દોગો દેય રિઅલો હેય.
કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.
તુમા કોઅહે બી રીતીકોય કાદા જુઠી વાતેહેવોય બોરહો નાંય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ પાછા યેઅના પેલ્લા ઓહડા સમય ઓઅરી કા બોજ લોક પોરમેહેરા વિરોદ એને ખારાબ કામે કોઅરી, એને તો પાપમાય પાડી ટાકનારો પ્રગટ ઓએ, જ્યા નાશ ઓઅના નોક્કી હેય.
બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.
જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય.
જોવે આપા એહેકોય આખજેહે કા આમહેમાય કાયબી પાપ નાંય હેય, તોવે આપા પોતાનાલ છેતારજેહે એને આપહામાય પોરમેહેરા હાચ્ચાઇ નાંય હેય.
પ્રિય પોહહાય, કોયથી છેતરાય નાંય જાઅના, જો ન્યાયા કામ કોઅહે, તોજ ખ્રિસ્તા હારકો ન્યાયી હેય.
ચ્યા તુમહાન આખ્યાં કોઅતા આતા, છેલ્લા દિહાહા માઅને પેલ્લા, ઓહડા લોક ઓરી જ્યા પ્રભુ એને ચ્યા લોકહા મજાક ઉડવી. યાજ ચ્યા લોક હેય જ્યાહા જીવનાવોય ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજો હેય.