16 બાકી આંય તુમહાન આખતાહાવ, તુમહાન પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય, તોવે તુમા ખારાબ કામે નાંય કોઅહા જો તુમહે પાપી સ્વભાવ કોઅરા માગહે.
યાહાટી પાપ કોઅરાહાટી તુમહે શરીરાલ પાપા ગુલામ નાંય બોના દા, એને પાપા ઇચ્છા નુસાર કામ નાંય કોઅના.
યા લીદે, આમી જ્યા લોક ઈસુ ખ્રિસ્તામાય હેય, ચ્યાહાલ ડૉડ દેઅના આગના નાંય હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.
ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.
આંય જીં તુમહાલ આખા માગહુ તી ઈ હેય, કા પોરમેહેરાય આબ્રાહામાઆરે જો કરાર કોઅલો આતો, ચ્ચા ચારસો તીસ વોરહા પાછે મૂસાલ નિયમ દેનલો ગીયો, ચ્યાથી પોરમેહેર ચ્ચા કરારાલ રદ્દ નાંય કોઅય હોકે, એને નાંય બોદલી હોકે.
જીં માઅહું શરીરા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહે, તે તો ચ્યાહાટી મોરણ લેય યેહે, બાકી જીં માઅહું પવિત્ર આત્માનુસાર જીવન જીવહે તી અનંતજીવન પામહે.
આપાબી ચ્યાહા હારકે જીવતે આતેં, આપહે પાપી સ્વભાવા ઇચ્છા પુરી કોઅતે આતેં, એને શરીર એને મોના વાસના પુરી કોઅતે આતેં, એને અવિસ્વાસી લોકહા હારકા આપાબી ખારાબ આતેં એને પોરમેહેરા ડૉડા આધીન આતેં.
જોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, તોવે તુમહે સુન્નત માઅહાકોય નાંય કોઅલા ગીયા, બાકી તી સુન્નત ખ્રિસ્તા લીદે જાઈ જ્યાકોય તુમહે પાપી સ્વભાવાલ દુઉ કોઅયો.
આગના માનનારા પોહહા હારકા પોરમેહેરા આગનાયે પાલન કોઆ એને ચ્યા ખારાબ કામહાલ મા કોઅહા, જ્યાહાલ તુમા તોવે કોઅના ઇચ્છા રાખતા આતા, જોવે તુમા પોરમેહેરા હાચ્ચાયેલ નાંય જાઅતા આતા.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
ઓ બાહા એને બોઅયેહેય, તુમા યા દુનિયામાય પરદેશી એને મુસાફીર હારકા હેતા, આંય તુમા લોકહાન વિનાંતી કોઅતાહાંવ કા ચ્યો બોદ્યો શરીરા ખારાબ ઇચ્છાહાથી બોચા કાહાકા યો તુમહે આત્માહા વિરુદ કોઅત્યોહો.
ઈ કારણ હેય કા મોઅલાહાન બી હારી ખોબાર વોનાડલી ગીયી, જ્યેથી જોવે ચ્યા શરીરામાય માઅહા હારકો મોઅઇ ગીયો, તેરુંબી આત્મામાય ચ્યા પોરમેહેરા હારકા જીવતા રિયા.