7 યાહાટી આમી આપા ગુલામ નાંય હેય, બાકી પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય, યાહાટી, જો આપા પોરમેહેરા પોહેં હેય, તે તો આપહાન તી બોદા કાય દી જીં કાય ચ્યાપાય ચ્યા પોહહાહાટી હેય.
કાદાબી માઅહું યોકાજ સમયે બેન દોણહ્યા ચાકરી નાંય કોએ, કાહાકા તો યોકા વિરુદ કોઅરી ને બિજાલ પ્રેમ કોઅરી, નાયતે યોકા આરે હારો ચાલી, એને બિજા આરે નાંય હારો ચાલી, તુમા પોરમેહેરા એને મિલકાત યા બેન્યાહા ચાકરી આરેજ નાંય કોઅઇ હોકે.
કાહાકા તુમા બોદહાય ઈસુ ખ્રિસ્તામાય બોરહો કોઅના લીદે પોરમેહેરા પોહેં બોની ગીઅલે હેય.
કાહાકા તુમા ખ્રિસ્તાઆરે યોક હેય, તે આમી તુમા આબ્રાહામા કુટુંબા હેતા, એને તુમા પોરમેહેરા દેનલા વાયદાનુસાર બોરકાતે વારીસ બોની ગીયહા.
તે આંય જીં આખા માગહુ ચ્યા મતલબ ઓ હેય, ઓ વિસ્વાસી બાહાહાય, આપા ગુલામ થેઅયે પોહેં નાંય હેજે, જ્યા મૂસા નિયમ પાળતાહા, બાકી આપા સ્વતંત્ર થેઅયે એટલે બોરહો કોઅનારા હેય.
જ્યા લોક વિજય મેળવી, ચ્યે મા પાઅને ઈ બોદી બોરકાત મેળવી, એને આંય ચ્યા પોરમેહેર રોહીં, એને તો મા પોહો રોય.