25 હાગાર સીનાય ડોગાલ દર્શાવેહે જીં અરબ દેશામાય હેય, તો આજ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા હારકો હેય, કાહાકા ચ્ચે મૂસા નિયમા પાળના લીદે ગુલામમાય હેય.
ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, તુમા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાકતાહા, જ્યાહાલ તુમહેપાય દોવાડયેલ, ચ્યાહાન તુમા દોગડાકોય ઠોકતાહા. કોલાદા માયે યોકઠા કોઅરા ઇચ્છા કોઅયી, કા જેહેકોય કુકડી પિચલાહાલ પાખડા તોળે બોચાવ કોઅહે, તેહેકોય આંયબી તો પાહાહાન રાખવાળી કોઉ, બાકી તુમહે ઇચ્છા નાંય આતી.
ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, તુમા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાકતાહા, જ્યાહાલ બોજ પેલ્લા તુમહેપાય દોવાડયેલ, ચ્યાહાન દોગડાકોય ઠોકતાહા. કોલાદા માયે ઇચ્છા કોઅયી કા જેહેકોય કુકડી પિચલાહાલ પાખડા તોળે બોચાવ કોઅહે, તેહેકોય આંયબી તો પાહાહાન રાખવાળી કોઉ, બાકી તુમહે ઇચ્છા નાંય આતી.
એને તો વિરુદી તુલ પુરાં નાશ કોઇ દી, એને યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઇ દી; કાહાકા તુયે ચ્યા સોમયાલ નાંય જાંઅયા કા તોવોય જીં દયા કોઅવામાય યેનેલ.
એને ચ્યાહાન એહેકેન આખ્યાં, “ઓ ગાલીલ ભાગામાય રોનારા માઅહાય, તુમા કાહા ઉબા રોયન ઉચે આકાશા એછે એઅઇ રીયહા? ઓજ ઈસુ, જ્યાલ પોરમેહેરાય તુમહે પાહીને હોરગામાય લેય લેદલો હેય, તુમા ચ્યાલ જેહેકેન આકાશામાય જાતા દેખ્યાહા તેહેકેન તો પાછો યેઅરી.”
એને જ્યા મા કોઅતા પેલ્લા પ્રેષિત આતા ચ્યાહાથી સલાહા લાંહાટી આંય યેરૂસાલેમ શેહેરામાય નાંય ગીયો, બાકી તારાત અરબ દેશામાય ગીયો એને તાઅને પાછો દમસ્ક શેહેરામાય વોળી યેનો.
યો બેન થેએયો બેન કરારાહાટી યોક દાખલા હારકા કામ કોઅત્યોહો, તો કરાર જો પોરમેહેરાય ઈસરાયેલ લોકહાઆરે સીનાય ડોગાવોય કોઅયો, તી હાગારે હારકી હેય.
બાકી હોરગામાઅને યેરૂસાલેમ આબ્રાહામા થેએ સારા હારકા હેય, ચ્ચે પોહેં ગુલામ નાંય હેય, ઈ યેરૂસાલેમ આમહે આયહે હારકી હેય, કાહાકા તી ગુલામમાય નાંય આતી.
તુમા સીનાય ડોગાવોય નાંય યેનહા, જ્યાલ એઅય કા આથલી હોકે, ઈહીં બોળતી આગ હેય, એને કાળાં વાદળાં, એને આંદારાં, એને તુફાન આતા.