17 જુઠા શિક્ષક તુમહાન ચ્યાહા ટોળામાય સામીલ કોઅરા માગતાહા તી તુમહે હારાહાટી નાંય હેય, બાકી ચ્યાહા ઇચ્છા તે તુમહાન મા પાઅને આલાગ કોઅના હેય, જેથી તુમા ચ્યાહા શિષ્ય બોની જાં.
ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમા મુશીબાતમાય હેય, તુમા યોકા જાંઆલ તુમહે શિષ્ય બોનાડાહાટી બોદેજ જાગે જાતાહા, એને જોવે તો તુમહે શિષ્ય ઓઅઇ જાહાય તોવે ડાબાલ નરકા કોળી લાયકે બોનાડતાહા.
કાહાકા આંય ચ્યાહા સાક્ષી દાહું, કા ચ્ચે પોરમેહેરા પ્રતિ ઉત્સાહી તે હેય, બાકી પોરમેહેરા સેવા કેહેકેન કોઅરા જોજે, ચ્યા બારામાય હોમાજ નાંય હેય.
કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.
આંય તુમહે વાહવા કોઅતાહાંવ, કાહાકા તુમા માન દર સમયે યાદ કોઅતેહે, એને જીં શિક્ષણ માયે તુમહાન દેના ચ્યા હારેકોય પાલન કોઅતેહે.
તુમહે વોચમાય કોલહાક લોક એહેકેન વિચાર કોઅતાહા કા આંય તુમહાન મિળાં નાંય યાંવ, યાહાટી ચ્યા ઘમંડી બોની ગીયહા.
તુમા વિચાર કોઅતાહા કા, તુમહેપાય આત્મિક રીતે બોદ્યો વસ્તુ હેય, તુમહાપાય પેલ્લાથીજ બોદાંજ હેય, તુમહાય આમહે વોગાર રાજા હારકા શાસન કોઅના સુરુ કોઅય દેનલા હેય, આમહાન ખુશી ઓઅલી હેય કા હાચ્ચાંજ તુમા રાજા હારકા શાસન કોએ, જેથી આમા બી તુમહેઆરે શાસન કોઅય હોકજે.
બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય.
તે આમી માયે તુમહાન હાચ્ચી વાત આખી યાહાટી આંય તુમહે દુશ્માન બોની ગીયો કા?
સાદા હારાં ઉદ્દેશ્યાહાટી ઉત્સાહિત ઓઅના બોજ હારાં હેય એને ચ્યેજ સમયે નાંય, જોવે આંય તુમહેઆરે રોતહાવ.
કાહાકા બિજા બોદા પોતાજ કાળજી કોઅતાહા એને ઈસુ ખ્રિસ્તા વાતહેહાટી કાળજી નાંય કોએ.
જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.
યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.