7 બાકી ચ્યા આગેવાન હોમજી ગીયા, કા જેહેકેન પિત્તરાલ સુન્નત કોઅલા લોકહાન હારી ખોબાર આખના કામ હોઅપી દેનલા હેય, તેહેકેન સુન્નત નાંય કોઅલા લોકહાન માન હારી ખોબાર આખાહાટી નેમલો હેય.
તોવે બોદી સબા ઠાવકાજ રોયન બારનાબાસ એને પાઉલા વોનાયા લાગ્યા, કા પોરમેહેરાય ચ્યાહાકોય ગેર યહૂદી લોકહામાય કોહડે-કોહડે મોઠે ચિન્હે, એને ચમત્કારા કામે દેખાડયે.
બાકી જોવે યહૂદી પાઉલા વિરુદ એને નિંદા કોઅરા લાગ્યા, તોવે ચ્યાય પોતાના ફાડકે ઝટકિન ચ્યાહાન આખ્યાં, “યા ડોંડ તુમાંજ બોગવાહા, આંય તે નિર્દોષ હેતાંવ, આમીને આંય ગેર યહૂદી લોકહામાય પોરમેહેરા સંદેશ પ્રચાર કોઅહી.”
યાહાટી તુમા જાંઆ, કા પોરમેહેરા ઈ તારણા કાહાની ગેર યહૂદીયાહા પાય દોવાડલી ગીયહી, એને ચ્યે માની લી.
બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.
ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.
તે આંય આમી તુમા ગેર યહૂદી લોકહાન આખહુ, કા જોવે આંય ગેર યહૂદી લોકહાહાટી પ્રેષિત હેતાંવ, તોવે આંય પોતાની સેવાહાટી પ્રશંસા કોઅહુ.
જો આંય મા ઇચ્છા કોઇન હારી ખોબાર આખના કામ કોઅહુ, તે માન ચ્યા ઇનામ મિળી, એને જો ઈ હારી ખોબાર આખના કામ મા ઇચ્છાકોય નાંય બી કોઅતો, તેબી પોરમેહેરાય માન જવાબદારી હોપલી હેય.
જોવે પોરમેહેરે પોતાના પોહો, ઈસુ ખ્રિસ્તાલ મા હામ્મે પ્રગટ કોઅયો, કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, માયે યા બારામાય કાદાવોઅને સલાહા નાંય લેદી.
એને તીન વોરહા પાછે આંય પ્રેષિત કેફાલ મિળાહાટી યેરૂસાલેમ શેહેરામાય ગીયો, એને ચ્યાઆરે પંદર દિહી રિયો.
આંય તુમહેથી નિરાશ હેતાંવ, કાહાકા પોરમેહેરાય તુમહાન ખ્રિસ્તાકોય સદા મોયામાય રાંહાટી હાદ્યા. ચ્યાલ તુમા ઓલે જલદ્યા છોડીન યોક આલાગ ખોબાર સ્વીકાર કોઅરા લાગ્યા.
બાકી જોવે કેફા અન્તાકિયા શેહેરામાય યેનો, તોવે માયે ચ્યાલ બોદહા હામ્મે વિરોદ કોઅયો, કાહાકા તો જીં કોઅય રિઅલો આતો તી ખારાબ આતા.
બાકી જોવે માયે દેખ્યા, કા ચ્યા હારી ખોબારે હાચ્ચાયે પરમાણે પાલન નાંય કોઅય, તે માયે બોદહા હામ્મે કેફાલ આખ્યાં, “જો તું યહૂદી ઓઇન બી, ગેર યહૂદી લોકહા રીતી રીવાજ પાલન કોઅય રિઅલો હેય એને યહૂદી લોકહા રીતી રીવાજ પાલન નાંય કોએ, તે ગેર યહૂદી લોકહાન યહૂદી લોકહા રીતી રીવાજ પાળાહાટી કાહા દાબાણ કોઅતોહો?”
જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.
પોરમેહેરાય આમહાન બોરહાવાળા હોમજીન હારી ખોબાર આખના કામ હોઅપ્યા, યાહાટી આમા માઅહાન નાંય બાકી આમહે મન પારખનારો પોરમેહેરાલ ખુશ કોઅરાહાટી હિકાડજેહે.
ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય.
યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.
માન ચ્યે હારી ખોબારેહાટી, પોરમેહેરાય માન સુવાર્તિક, પ્રેષિત, એને શિક્ષક બોનાહાટી નિવાડલો હેય.
આપહે પ્રભુ ધીરજેલ યોક મોકા રુપામાય એઆ, જીં તો તુમહાન યેનારા ન્યાયથી બોચાંહાટી દેય રિયહો. ઈ પાઉલે બી, જો આમહે પ્રિય આર્યો હેય, તુમહાન યોક પત્રામાય ચ્યા જ્ઞાના ઉપયોગ કોઅતા લોખલાં આતાં, જીં પોરમેહેરાય ચ્યાલ દેના.