Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:20 - ગામીત નોવો કરાર

20 ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:20
65 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


તોવે સૈતાનાય ચ્યાપાય યેયન ચ્યાલ આખ્યાં કા, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તે આગના દેયને સાબિત કોઅઇ દે કા યા દોગડા બાખ્યો બોની જાય કા તું ચ્યેહેલ ખાય હોકે.”


તોવે નતનએલાય ઈસુલ આખ્યાં, “ઓ ગુરુજી, તું પોરમેહેરા પોહો હેય, તું ઈસરાયેલ દેશા મહારાજા હેય.”


હારો ગોવાળ આંય હેતાઉ. હારો ગોવાળ ચ્યા ગેટહા હાટી જીવ દેહે.


યોકા માઅહાહાટી ચ્યા હાંગાત્યાહાન દેખાડાં હાટી કા તો ચ્યાવોય પ્રેમ કોઅહે, બોદહા કોઅતો હારો તરીકો ઓ હેય, કા તો મોઅઇ જાય.


કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.


“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.


પોરમેહેર આબહો પોહાવોય પ્રેમ કોઅહે, એને બોદ્યોજ વસ્તુ ચ્યા તાબામાંય દેય દેનહા.


જેહેકેન જીવતા આબહે માન દોવાડયોહો એને આંય આબહા લેદે જીવતો હેતાંવ, તેહેકેન તોબી જો મા શરીર ખાહે તો મા લેદે જીવતો રોય.


એને આમા બોરહો કોઅજેહે એને જાંઆઈ ગીયા કા પોરમેહેરા પવિત્ર માઅહું તુંજ હેય.”


વાટે ચાલતા-ચાલતા ચ્યા યોકા તોળાવા પાહી પોઅચ્યા, તોવે નપુસકે આખ્યાં કા, “દેખ ઈહીં તોળાવા હેય, આમી માન બાપતિસ્મા લેયના કાય વાંદો હેય”


એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.


કાહાકા જ્યેં પેલ્લેથી છેલ્લે લોગુ હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, ચ્યાહાન પોરમેહેર ચ્યાઆરે ન્યાયી ઠોરવેહે, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય.”


કાહાકા આપા બોદે પ્રભુ હેય, યાહાટી આમહે માઅને કાદો નાંય તે પોતાનાહાટી જીવહે એને નાંય કાદો પોતાહાટી મોઅહે.


એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.


ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.


આપહે બોરહો કોઅના લીદે ખ્રિસ્તાય આપહાન પોરમેહેરા સદા મોયામાય પોઅચાડયાહા, જાં આમી આપા હેજે, એને આપા યે વાતેહાટી આનંદ કોઅજેહે કા આપહાન પોરમેહેરા મહિમામાય ભાગી ઓઅના આશા હેય.


કાહાકા આપા જોવે નોબળે આતેં, તોવે ખ્રિસ્ત પાપી લોકહાહાટી યોગ્ય સમયે મોઅયો.


બાકી પોરમેહેર ચ્યા પ્રેમ એને ભલાઈ યે રીતેથી પ્રગટ કોઅહે કા જોવે આપા પાપી આતેં તોવે ખ્રિસ્ત આપેહાટી મોઅયો.


તુમા તુમહે પોતાના શરીરા અવયવાલ ખારાબ કામ કોઅરાહાટી પાપાલ નાંય હોપતે, બાકી પોતાલ મોઅલા માઅને જીવી ઉઠના હોમજીન તુમહે જીવનાલ પોરમેહેરાલ હોઅપી દા, એને તુમહે શરીરા અવયવાલ હારેં કામ કોઅરાહાટી તુમહે જીવનાલ પુરીરીતે પોરમેહેરાલ હોઅપી દા.


યાહાટી જો આમા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે, તોવે આમે બોરહો ઓ હેય કા ચ્યાઆરે જીવહું બી.


જો ખ્રિસ્ત તુમહેમાય વાસ કોઅહે, તોવે શરીર પાપહાલીદે મોઅલા હેય, બાકી પવિત્ર આત્મા હારાં કામહા લીદે તુમહે આત્મા જીવતા હેય.


બાકી યે બોદી ખારાબ વાતહેમાય પોરમેહેરાકોય જ્યાંય આમહાવોય પ્રેમ કોઅલા હેય, જીત નોક્કી આમહેજ હેય.


એને જો પ્રભુ આરે એકતામાય રોહે, તે ચ્યા આત્મા એને પ્રભુ આત્મા યોક બોની જાહાય.


યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.


ભલે આમા યા દુનિયામાય રોજહે, બાકી આમા આમહે દુશ્માનાહા હાતે નાંય જુલાજે જેહેકેન કા યા દુનિયા લોક જુલાતાહા.


જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા.


આંય યાહાટી આખતાહાવ, કાહાકા તુમા સાબિતી હોદતાહા, કા જો માયેથી વાત કોઅહે, બોલહે તો ખ્રિસ્ત હેય, જોવે તુમહાલ હુદરાવેહે તે તો તુમહેહાટી નોબળો નાંય, બાકી તુમહેમાય સામર્થી હેય.


ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા.


કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે.


એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.


કાહાકા આમા ચ્યાવોય બોરહો કોઅવાથી જીતહયા, ચ્યાલ એઅવાથી નાંય.


આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.


આપા યહૂદી વિસ્વાસી જાંઅજેહે કા મૂસા નિયમ પાળીન કાદાબી માઅહું પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, બાકી કેવળ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે ન્યાયી ઠોરહે, યાહાટી આમહાયબી ઈસુવોય બોરહો કોઅયો, કાહાકા આમા મૂસા નિયમ પાળીન ન્યાયી નાંય ઠોરજે, બાકી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરજે, કાહાકા મૂસા નિયમ પાળીન કાદાં માઅહું ન્યાયી નાંય ઠોરે.


બાકી આમી ઈ વાત સાફ હેય, કા મૂસા નિયમ પાળીન કાદાજ પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખાલા હેય, જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


બાકી મા હાટી, જો આંય ઘમંડ કોઅતાહાંવ તે કેવળ યે વાતવોય ઘમંડ કોઅહી કા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમહેહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો, જીં કાયબી ચ્યાય કોઅયા, ચ્યા લીદે યા દુનિયા વસ્તુહુ મા હાટી કાયજ મતલબ નાંય હેય, એને આંય યા દુનિયા હાટી કાયજ નાંય હેય.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.


ઓ માટડાહાંય, તુમા પોત-પોતાના થેએયેહેન પ્રેમ કોઆ, જેહેકેન ખ્રિસ્તે ચ્યા મંડળીવોય પ્રેમ કોઇન ચ્યેહાટી પોતાનો જીવ દેય દેનો.


કાહાકા જો આંય જીવતો રોઉં તે ખ્રિસ્તાહાટી એને મોઅઇ જાઅના માઆહાટી આજુબી હારાં ઓઅરી કાહાકા આંય ખ્રિસ્તાઆરે રોહીં.


ખ્રિસ્ત જો માન સામર્થ દેહે ચ્ચામાય આંય બોદાંજ કાય કોય હોકહુ.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


એને ચ્યા પોહા ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેયના વાટ જોવાં, જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને જીવતો કોઅયો, એટલે ઈસુલ, જો આપહાન યેનારી સજા પાઅને બોચાડેહે.


ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય.


તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.


બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.


એને આમહાય પોહાલ દેખલો બી હેય એને સાક્ષી દેજહે કા પોરમેહેર આબહે ચ્યા પાહાલ દુનિયા લોકહાહાટી તારણારો ઓઅરાહાટી દોવાડલો હેય.


એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.


એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.


વોનાયા, આંય તુમહે રુદયામાય યાંહાટી, આંય ચ્યા માઅહા હારકો હેતાંવ જેહેકેન ગોઆ બાઆ ઉબલો હેય એને બાઅણા ખોખડાવેહે, જો તુમા મા આવાજ વોનાતેહે એને તુમહે રુદય ઉગાડતેહે તે આંય માજા યીહીં એને આપા યોકબીજાઆરે સંગતી કોઅહુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ