18 એને દારવા પીન સાકલા નાંય ઓઅતા, કાહાકા સાકિન કાય કોઅતેહે તી હોમાજ નાંય પોડે, એને ચ્યાકોય ખારાબ કામે ઓઅતેહે, બાકી પવિત્ર આત્માલ તુમહાન તાબામાંય કોઅરાહાટી મોકો દા.
ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા થાળી ઉપે-ઉપે ચોળતાહા, માજે લોબ એને વ્યબિચાર બોઆલા હેય.
એને પોતાના ચાકારાહાન માર ઠોકાં લાગે, એને પીનારાહા આરે ખાય-પિયે.
કાહાકા તો પ્રભુ નોજરેમાય મહાન ગોણાયી, તો નશા વાળો રોહો કા દારવા કોદહી નાંય પીયી, એને ચ્યા જન્મો ઓઅરા પેલ્લાજ તો પવિત્ર આત્માકોય બોઆલા રોય.
એને જોવે તુમા ખારાબ હેય, તેરુંબી તુમહે પોહાહાન તુમા હાર્યો વસ્તુ દાં માગતેહે, તે તુમહે હોરગામાઅને આબહો ચ્યાપાય જ્યેં માગતેહે ચ્યાહાન પવિત્ર આત્મા દેઅના જાંઅહે.
બાકી જોવે ચાકાર એહેકેન વિચાર કોઆ લાગે કા, મા માલિકા યેયના આજુ વાઆ હેય, એને એહેકોય આખીન બિજા ચાકાર એને ચાકારીહીન ઠોકાં લાગે, એને ખાતો પિતો લાગે, સાકાટ બોની જાય.
યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.
“કાદાબી માઅહું હારો દારાખા રોહો પેલ્લા પીયાંહાટી દેહે, જોવે બોદા લોક દારાખા રોહો પીન મોરસાય જાતહા, તોવે બોદહાય પિદાં પાછે ઓળકો દારાખા રોહો પિયાં દેહે, બાકી તુયે હારો દારાખા રોહો આમી લોગુ રાખી થોવ્યહો.”
બર્નાબાસ હારો માઅહું આતો, બોરહો કોઅના એને પવિત્ર આત્માકોય બોઆલો આતો, એને બોજ લોક પ્રભુમાંય યેના.
આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.
કાહાકા માન એહેકેન આખલા ગીઅલા હેય, કા તુમહેમાઅને કોલહાક લોક બીજહા આરે ખાઅના વાટ્યા વોગર ખાંહાટી ઉતવાળ કોઅતેહે, યા લીદે કોલહેક બુખે જાતે રોતેહેં બાકી બીજે દારખા રોહો બોજ પી લેતહેં.
બાકી મા આખના ઈ હેય, કા જો કાદો વિસ્વાસી બાહા આખાડીન, વ્યબિચાર, કા લોબી, કા મુર્તિપુજા કોઅનારો કા ગાળી દેનારો, કા પીનારો, કા બીજહાન દોગો દેનારો હેય, તે ચ્યાઆરે સંગતી નાંય કોઅના, ઈહીં લોગુ કા ચ્યાઆરે ખાઅનાબી નાંય ખાઅના.
ચોરી કોઅનારા, લોબ કોઅનારા, દારવા પીનારે, ગાળી દેનારે, બીજહાન દોગો દેનારે પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી.
કાહાકા જ્યેં માઅહે હૂવી જાતહેં ચ્યે રાતી હૂવી જાતહેં એને જ્યેં દારવા પીયને સાકલે ઓઅતેહે ચ્યે બી રાતી ઓઅતેહે.
યોક આગેવાનામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેઅયે માટડો રા જોજે, ચ્યા પોહેં વિસ્વાસી રોય, એને ચ્યાવોય વ્યબિચાર કોઅના એને અનુશાસન તોડના આરાપ નાંય રોય.