14 યા લીદે, આંય પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅતાહાંવ,
એને ચ્યાહા પાહને વાહાયોક દુર જાયને, તો માંડયે પોડીન પ્રાર્થના કોઅરા લાગ્યો.
ઈ આખીન તો માંડયે પોડયો એને બોદહાઆરે પ્રાર્થના કોઅયી.
હાંત દિહી પાછે જોવે તાઅને આમહે જાયના સમય યેનો, તે આમા તાઅને નિંગીન ચાલ પોડ્યા એને ચ્યા બોદા લોકહાય થેઅયો એને પોહહા હાતે આમહાન શેહેરા બાઆ હુદુ પોઅચાડયા, એને આમહાય દોરિયા મેરાવોય માંડયે પોડીન પ્રાર્થના કોઅયી.
પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.
તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.
ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.
જો હોરગામાય એને દોરતીવોય બી બોદા વિસ્વાસી પરિવારહા આબહો હેય.
કા જ્યેં હોરગામાય એને દોરતીવોય એને અધોલોકમાય હેય ચ્યે બોદે ઈસુ નાવાકોય ભક્તિ કોઅરાહાટી માંડયે પોડે.