20 પ્રેષિત એને ભવિષ્યવક્તાહા પાયાવોય તુમા યોક ગોઆ હારકા હેય એને જ્યા ખૂણા વોઅને મુખ્ય દોગડો ઈસુ ખ્રિસ્ત હેય.
એને આંયબી તુલ આખતાહાવ કા તું પિત્તર હેય, (યુનાની ભાષામાય પિત્તર એટલે દોગડા ટુકડો હેય) એને આંય યા દોગાડાવોય મા મંડળી બોનાડીહી, એને અધોલોકા ફાટાક ચ્યાવોય જોર નાંય કોઅરી.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”
ખ્રિસ્તા મંડળીમાય, પોરમેહેરાય આપહાન જુદા-જુદા પ્રકારા કામે કોઅરા દેનલે હેય, બોદહા પેલ્લા, કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડ કોઅયા, પાછે ભવિષ્યવક્તાહાલ, પાછે હિકાડનારા, પાછે સામર્થ્યા કામ કોઅનારાહાન, પાછે બિમાર્યાહાન હારેં કોઅનારાહાન, પાછે ઉપકાર કોઅનારે, પ્રધાન, એને જુદી-જુદી ભાષા બોલનારે.
જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.
યે ગુપ્ત યોજના બારામાય પેલ્લી પીડી લોકહાન નાંય આખલા ગીઅલા આતા, બાકી આમી પવિત્ર આત્માય ચ્યા પવિત્ર પ્રેષિત એને ભવિષ્યવક્તાહાલ ચ્યા સંદેશા ખુલાસો કોઅલો હેય.
એને ચ્ચામાય ઉંડે ઉતતે જાં, એને વોદતે જાં, એને જેહેકેન તુમહાન હિકાડયાહા તેહેકેન બોરહો કોઅનામાય મજબુત બોનતે જાં, એને વોદારી ને વોદારી ધન્યવાદ કોઅતે રા.
ઈ તેહેકેનુજ હેય જેહેકેન પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય આખહે, “એઆ, માયે યોક મુખ્ય ખૂણા કિમતી દોગાડ નિવડયોહો, જો સીયોન શેહેરામાય ગોઆલ મજબુત બોનાવાહાટી ઉપયોગ કોઅલો જાહાય, એને જો કાદોબી ચ્યાવોય બોરહો કોઅહે, તો શરમાયી નાંય.”
એને શેહેરા કોટ બાર મોઠા-મોઠા દોગાડાવોય બોનાવલો આતો, એને યોકાયોક દોગાડાવોય ગેટા બાર પ્રેષિતાહા માઅને યોકા-યોકા નાંવે લોખલે આતેં.