19 આંય વિચારતાહાવ, કા તુમા ચ્યા મહાન એને શક્તિશાળી સામર્થ્યા બારામાય જાંઅયા જો પોરમેહેરાપાય આમહેહાટી હેય, જ્યે ચ્યા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
કાહાકા માઅહા પાઅને જન્મો શારીરિક જન્મો હેય, એને પવિત્ર આત્માપાઅને જન્મો તો નોવો જન્મો હેય.
કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.
કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.
આમી આમહે રુદયામાય ઓ ઉજવાડો ચમકેહે, બાકી આમા પોતે કાદવા ચ્યા નાજુક વાહણાહા હારકે હેય જ્યાહામાય ઓ મોઠો ખજાનો બોઆલો હેય, યાથી ઈ ખોબાર પોડહે કા આમહે મહાન સામર્થ પોરમેહેરાપાઅને હેય, પોતાથી નાંય.
યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.
પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.
પોરમેહેરાય માન ચ્યા પોતાની સદા મોયા એને સામર્થ્યાકોય હારી ખોબાર આખાહાટી ચ્યા સેવક બોનાડયોહો.
છેલ્લે આત્મિક રીતે પ્રભુ શક્તિશાળી સામર્થ્યકોય મજબુત બોના.
કાહાકા પોરમેહેર તુમહે મોનામાય હારો વિચાર દેહે, એને પોરમેહેરુજ હેય જો ચ્યા હારાં વિચારાનુસાર કામ પુરાં કોઅરાહાટી ગોતી બી દેહે.
તો જ્યા સામર્થ્યાકોય બોદા કાય ચ્ચા તાબામાંય કોઅય હોકહે, ચ્ચાજ સામર્થ્યાકોય આપહે નોબળા શરીર બોદલીન, ચ્ચા મહિમા શરીરા હારકા બોનાવી દી.
ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.
કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.
યાહાટી તુમહેહાટી આમા સાદા પ્રાર્થના કોઅજેહે કા આપહે પોરમેહેર તુમહાન તી કામ કોઅના લાયકે બોનાવે, જીં કામ કોઅરાહાટી તુમહાન હાદલા હેય, એને તુમહે બોદી હારી ઇચ્છા એને બોરહાકોય કોઅલે બોદે કામે ચ્યા સામર્થ્યાકોય પુરાં કોઅય દેય.
ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.