Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 3:15 - ગામીત નોવો કરાર

15 તી શાંતી જીં ખ્રિસ્ત દેહે, ચ્ચાલ તુમહે રુદયામાય રાજ કોઅરા દા, કાહાકા તુમા બોદા યોકુજ શરીરા અવયવ હેય એને યાહાટી તુમહાન યોકા બિજા આરે શાંતિથી રાંહાટી હાદલા હેય, એને તુમા ધન્યવાદ કોઅતે રા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 3:15
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય તુમહાન શાંતી દેતહાવ એટલે તી શાંતી જીં માયેપાંય હેય, ઈ તી શાંતી નાંય જીં દુનિયા દી હોકહે, તોહડી આંય નાંય દાંઉ, તુમા મોનામાય દુ:ખી નાંય ઓઅતા એને બીયહા મા.


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


યાહાટી કા પોરમેહેરાલ જાંઇનબી ચ્યાહાય ચ્યાલ પોરમેહેરા હારકા સન્માન નાંય દેનો, એને ધન્યવાદ નાંય કોઅયા, બાકી નોકામ્યા વિચાર કોઅરા લાગ્યેં, ઓલે લોગુ કા ચ્યાહા નોકામ્યા વિચાર બોદા જુઠા હેય.


કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.


આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.


યાહાટી આપા બોરહો કોઅનાકોય ન્યાયી ઠોર્યે, તે આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે શાંતીમાય રા.


કાહાકા કેવળ યોક બાખે હેય જો ખ્રિસ્ત હેય, ભલે આપા જો વોદારી હેય, આપા ખ્રિસ્તામાય યોક શરીર બોની જાતહેં કાહાકા આપા બોદે ચ્યે બાખ્યેમાઅને ખાતહેં.


જો તુમહે માટડો કા તુમહે થેએ અવિસ્વાસી હેય, એને તો છુટો છેડો કોઅરા માગતો ઓરી, તે ચ્યાલ છુટો છેડો કોઅય દેય, જોવે એહેકોય ઓઅહે તે વિસ્વાસી પોઅણાલે રોઅનામાઅને છુટે હેય, બાકી જો ઓઅય હોકે, તે અવિસ્વાસી થેએ કા માટડાઆરે પોઅણાલે રોય, કાહાકા પોરમેહેરાય આપહાન યોક બિજા આરે શાંતીકોય જીવન જીવાહાટી હાદલા હેય.


કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય.


યે રીતે તુમા બોદ્યેજ જાત્યે મિલકાતથી ભરપુરી ઓઇન ઉદારતા દેખાડાં સમર્થ ઓઅહા, એને જોવે આમા જરુર પોડતા લોકહાન, તુમહે દાન દાહું, તે ચ્યા લોક પોરમેહેરાલ ધન્યવાદ દેઅરી.


આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.


આપા બોદે વિસ્વાસી યોકુજ શરીરા અવયવાહા હારકે હેય, એને આપા બોદહાન યોકુજ આત્મા મિળલા હેય, યોકુજ આશા હેય જયેહાટી તુમહાન નિવડી લેદલા હેય.


તુમા પોરમેહેરા પ્રિય પોહેં હેય, યાહાટી તુમહે વ્યવહાર ચ્યા સ્વભાવાનુસાર રોય.


એને પોરમેહેર જીં કાય આપહેહાટી કોઅહે, ચ્યે બોદી વાતહેહાટી સદા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય પોરમેહેર આબા ધન્યવાદ કોઅતે રા.


એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.


એને ચ્ચામાય ઉંડે ઉતતે જાં, એને વોદતે જાં, એને જેહેકેન તુમહાન હિકાડયાહા તેહેકેન બોરહો કોઅનામાય મજબુત બોનતે જાં, એને વોદારી ને વોદારી ધન્યવાદ કોઅતે રા.


તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.


બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.


આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે.


લોડાયમાય કોવેજ નાંય હારનારો યોક સૈનિક હારકા તુંબી બોરહામાય મજબુત રો, એને ચ્યા અનંતજીવનાવોય ઓદિકાર મેળવી લે, જ્યાહાટી તુલ નિવડી લેદલો હેય, જીં તુયે બોજ લોકહા હામ્મે કબુલ કોઅયેલ કા તું ખ્રિસ્તાવોય બોરહો કોઅતોહો.


યાહાટી ઈસુથી આપા પોરમેહેરાલ આરાધનારુપી બલિદાના બેટ દેતા, એટલે ચ્યા ઓઠહા થી, જીં ચ્યાહાટી ચ્યા નાંવ બીજહાન પ્રગટ કોઅતા રોતા.


“આમહે પોરમેહેરા, આમા સાદા તો સ્તુતિ એને મહિમા કોઅજેહે, તુલ ધન્યવાદ એને આદર દેજહે, આમા માનજેહેકા તું બોદી રીતીકોય જ્ઞાનવાન હેય, એને સામર્થી હેય, જો સાદાહાટી બોદા કામહાલ કોઅના યોગ્ય હેય.” આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ