13 એને જ્યા કાદા દોષ ઓઅરી તે તુમા યોકા બીજહાન સહન કોય લા, એને યોકાબીજા ગુના માફ કોઅય દા, જેહેકેન પ્રભુય તુમહે ગુના માફ કોઅયાહાં, તેહેકેન તુમાબી કોઆ.
બાકી આંય તુમહાન આખતાહાવ કા, પોતાના દુશ્માનાહાવોય પ્રેમ કોઅજા એને આપહાલ સતાવણી કોએ ચ્યાહાહાટી પ્રાર્થના કોઅજા,
જેહેકોય જ્યાહાય આમે વિરુદ પાપ કોઅલા આતાં, ચ્યા વિરુદયાહાલ આમાહાય માફ કોઅયા, તેહેકોય તુંબી આમહે પાપહા માફ કોઓ.
એહેકેન જોવે તુમા ઉબા રોઇન પ્રાર્થના કોઅતાહા, તોવે પેલ્લા ચ્યાહાન માફ કોઅરા જ્યાંય તુમહે વિરુદમાય બુલ કોઅયી ઓરી. યાહાટી કા તુમહે પોરમેહેર જો હોરગામાય રોહે તેરુંબી તુમહાન તુમહે પાપ માફ કોઅય.
‘એને આમહાન આમહે પાપહા માફી દે’ કાહાકા આમા આમહે દુશ્માનાહાન માફી દેજહે ‘આમહાન પરીક્ષામાય મા ટાકહે’ બાકી સૈતાનાથી બોચાડ.”
તોવે ઈસુવે આખ્યાં, “આબા, ચ્યાહાન માફ કોઓ, કાહાકા ચ્યા કાય કોઅતા ચ્યા જાંએત નાંય” ચ્યા ફાડકે વાટી લા હાટી ચ્યાહાય ચિઠ્ઠી ટાકી.
યાહાટી, જેહેકેન ખ્રિસ્તાય પોરમેહેરા મહિમાહાટી તુમહાલ સ્વીકાર કોઅયા, તેહેકેનુજ તુમાબી બીજહાન સ્વીકાર કોઆ.
જ્યાલ તુમા માફ કોઅતેહે ચ્યાલ આંયબી માફ કોઅતાહાંવ, કાહાકા માન માફ કોઅના જરુર પોડહે, તે આંય તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા ઓદિકારાહાતે એહેકેન કોઅતાહાંવ.
આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,
જોવે તુમહામાઅને કાદાલબી પરેશાની ઓએહે, તોવે યોક બિજા મોદાત કોઅરા જોજે, એને એહેકેન ખ્રિસ્તા નિયમ પાળા.
તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા.
ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
યાહાટી જોવે પોરમેહેરાય તુમહાન ચ્યા પવિત્ર એને પ્રિય લોક ઓઅરાહાટી પોસંદ કોઅલા હેય, તે દયાળુ, ભલા કોઅનારા, દિન, નમ્ર એને સહન કોઅનારા બોના.
કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.
એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા.