1 મા ઇચ્છા હેય કા તુમા જાંઆય લા, કા તુમહે એને જ્યેં લાવદિકિયા શેહેરામાય હેય, એને ચ્યા બોદહાહાટી જ્યાહાન માયે નાંય દેખ્યહે આંય કોલાં કોઠીણ મેહનાત કોઅતાહાંવ.
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.
એને આમી આંય જાંઅતાહાંવ કા તુમા બોદા જ્યાહામાય પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો ફિર્યો, તુમા માન પાછો નાંય એઅહા.
ચ્યે ચ્ચાલ પાછે કોઇ દિહી નાંય દેખી, યાકોય લોક બોજ વોદારી દુઃખી આતા, પાછે ચ્યાહાય ચ્ચાલ હારિરીતે જાહાજ લોગુ પોઅચાડી દેનો.
ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય.
એને તુમાબી ઓહડો સંઘર્ષ કોઅય રીઅલે હેય, જીં તુમહાય વિતી ગીઅલા સમાયામાય માન કોઅતા દેખ્યા, એને આમીબી આંય ચ્યામાય લાગલો હેય, જેહેકેન તુમા વોનાતેહે.
આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.
ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.
કાહાકા આંય તુમહેઆરે નાંય હેતાંવ, તેરુંબી તુમહે બારામાય વિચાર કોઅતો રોતહાવ, એને આંય ઈ જાઇન ખુશ ઓઅતાહાવ કા તુમહાય જેહેકેન જીવા જોજે તેહેકેન તુમા જીવતેહે એને ખ્રિસ્તાવોય તુમહે બોરહો પાકો હેય.
તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”