Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:23 - ગામીત નોવો કરાર

23 બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:23
72 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.


બાકી માયે તોહાટી પ્રાર્થના કોઅયી, કા તું માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઆ, એને પાછો પોસ્તાવો કોઇન તોવે તો બાહહાન તું માયેવોય બોરહો કોઅરા મજબુત કોઓ.”


તો યા માઅહા હારકો હેય, જ્યાંય ગુઉ બાંદતી સમયે ઉંડે પાયો ખોદીન ખોલકાડાવોય પાયો બાંદ્યો, એને જોવે નોયાડો યેનો તોવે ચ્યા ગોઆ આરે લાગ્યો, બાકી ચ્યાલ આલવી નાંય હોક્યા, કાહાકા ચ્યા પાયો પાક્કો આતો.


જો કાદાં માઅહું માંયેમાય નાંય રોય તોવે ડાહગી હારકા કાપી ટાકી દેનલા જાહે તોવે તી ડાહગી ઉખાય જાહે એને લોક ચ્ચાલ બેગા કોઇન આગડામાય ટાકી દેતહેં, એને તી બોળી જાહે.


કાહાકા તો આપહે માઅને યોક આતો, એને યે સેવાયેમાય ભાગી જાયલો આતો.


કા તો ઈ સેવા એને પ્રેષિત પદ લેય, જો જાગો યહૂદા છોડી ગીયો, એને મોઅઇ ગીયો એને ચ્યા જાગાવોય જાતો રિયો જાં ચ્યાલ રા જોજતાં આતા.”


બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”


તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


ચ્ચે સમયે, પોરમેહેરા દાક રાખનારા કોલહાક યહૂદી લોક આતા, જ્યા આકાશા નિચે દુનિયા બોદા દેશામાઅને સણ મોનાવાહાટી યેરૂસાલેમ શેહેરામાય યેનલા આતા એને યેરૂસાલેમ શેહેરામાય રોતા આતા.


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


બાકી તું ઉઠ, પોતાના પાગવાહાવોય ઉબો ઓઓ, કાહાકા માયે તુલ યાહાટી દર્શન દેનહા કા તુલ આંય સેવક બોનાડુ એને જીં દર્શન તું એઅય ચુકયોહો, એને જીં દર્શન પાછે એઅહે ચ્ચા સાક્ષીદાર બી બોનાડુ.


ઈસુ સિવાય કાદા બિજા કોય બોચાવ નાંય હેય, કાહાકા હોરગા નિચે માઅહામાય બિજા કાય નાંવ નાંય દેનલા હેય, જ્યાકોય આપા બોચી જાય હોકજે.”


બાકી આંય સવાલ પુછહું, “કાય યહૂદી લોક ખ્રિસ્તા બારામાય નાંય વોનાયાહા?” “હાં જરુર વોનાયાહા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, ચ્યા સંદેશ દોરતીવોય બોદા માઅહા પાય, એને ચ્યા વચન દુનિયામાય બોદે જાગે પોઅચી ગીયહા.”


કા આંય, ગેર યહૂદી લોકહાહાટી ખ્રિસ્ત ઈસુ સેવક બોનીન યોક યાજકા હારકા પોરમેહેરાપાઅને મિળલી હારી ખોબારે પ્રચાર કોઅના સેવા કોઅતાહાંવ, જ્યાકોય ગેર યહૂદી લોક પોરમેહેરાહાટી યોક બેટ રુપામાય દેનલે જાય, જ્યાકોય તો ખુશ હેય, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન પવિત્ર બોનાવલા હેય.


એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.


એને આશા થી શરામ નાંય ઓઅય, કાહાકા પોરમેહેરાય આપહાન પવિત્ર આત્મા દેનલા હેય ચ્યાકોય પોરમેહેરા પ્રેમ આપહે મોનામાય બાઆલા હેય.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.


અપુલ્લોસ કું હેય? એને પાઉલ કું હેય? કેવળ સેવાક હેય, જ્યાહાકોય તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, આપહામાઅને દરેક માઅહું તીંજ કામ કોઅહે જીં પોરમેહેરાય આપહાન કોઅરાહાટી દેના.


આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.


કાય ચ્યાબી ખ્રિસ્તા સેવાક હેય? આંય ગાંડા માઅહા હારકો આખતાહાવ, આંય ચ્યાહાથી વોદારી હેતાંવ, માયે એલાહાથી વોદારે મેઅનાત કોઅયીહી, એલાહાથી વોદારે જેલેમાય ગીયહો, બોજદા ચાપકાહાકોય માર ખાદહો, મા જીવ ફાંદામાય યેય પોડયો.


જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.


યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


આંય તુમહેકોય નિરાશ હેતાંવ, એહેકેન નાંય બોને, કા જીં મેઅનાત માયે તુમહેહાટી કોઅલી હેય તી નોકામી ઠોરે.


બાકી આંય એહેકોય આખી હોકહુ, કાહાકા આપહાન પવિત્ર આત્માથી પુરાં આસ્વાસન હેય કા પોરમેહેર આપહાન ન્યાયી હારકા સ્વીકાર કોઅરી કાહાકા આપા ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે.


તુમા ખ્રિસ્તાઆરે તુમહે રિસ્તામાય ઓલા હારેકોય આગલા વોદી રીઅલા આતા, તે આમી તુમહાન હાચ્ચાઇ માનાહાટી કુંયે રુકાવાટ કોઅયી?


આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.


ખ્રિસ્તજ હેય જો પુરાં ગોઆલ યોકહાતે જોડી રાખના કારણ હેય, તો પોરમેહેરાહાટી યોક પવિત્ર દેવાળા બોનાહાટી આપે બોદા લોકહાન યોકહાતે જોડી રિયહો.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.


પોરમેહેરાય ચ્યા સંદેશ તુમહાન પુરીરીતે હોમજાડાહાટી માન નિવાડલો હેય, યાહાટી આંય મંડળી સેવાક બોની ગીયહો.


એને ચ્ચામાય ઉંડે ઉતતે જાં, એને વોદતે જાં, એને જેહેકેન તુમહાન હિકાડયાહા તેહેકેન બોરહો કોઅનામાય મજબુત બોનતે જાં, એને વોદારી ને વોદારી ધન્યવાદ કોઅતે રા.


જ્યેં થી કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી ઈ દુઃખ વેઠના લીદે બોરહામાઅને ઓટી નાંય જાય, કાહાકા તુમહાન ખોબાર હેય, આપહાન દુઃખ વેઠાં પોડી.


યાહાટી જોવે માન નાંય રોવાયાં, તોવે માયે તિમોથીલ તુમહે બોરહા બારામાય ખોબાર લાંહાટી દોવાડયો, કા એહેકેન નાંય ઓએ, કા પરીક્ષા કોઅનારો સૈતાનાય તુમહે પરીક્ષા કોઅયી ઓરી, એને આમહે મેહનાત ઓમથીજ ઓઅય જાય.


બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.


આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.


આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધન્યવાદ દેતહાવ, જ્યેં માન શક્તિ દેની એને બોરહાવાળો હોમજીન ચ્યા સેવાહાટી નિવાડલો હેય.


યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.


એને મા માઅહે જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય, એને જો ચ્યાય માયેવોય બોરહો કોઅના બંદ કોઅય દેનો તે ચ્યાથી આંય ખુશ નાંય ઓઉં.”


કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.


બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.


યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ.


ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે.


આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.


તુમહે ઈસુવોય બોરહા લીદે, પોરમેહેર તુમહાન પોતાના સામર્થ્યા થી હારેરીતે હાંબાળ રાખી રિયહો, જાવ લોગુ તુમા પુરાં તારણ નાંય મેળવી લેય જીં ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના દિહી દેખાડાહાટી તિયાર હેય.


તુમહેહાટી, તી પવિત્ર આત્મા, જ્યાલ તુમહાન ખ્રિસ્તાથી મિળલા હેય, તુમહેમાય રોહે, યાહાટી તુમહાન હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી કાદા માઅહા ગોરાજ નાંય હેય. ખ્રિસ્તાપાઅને મિળલા પવિત્ર આત્માજ તુમહાન બોદા કાય હિકાડેહે, ચ્યા શિક્ષણ હાચ્ચાં હેય, જુઠા નાંય; યાહાટી ચ્યા શિક્ષણા પરમાણે તુમા ખ્રિસ્તાઆરે એકતામાય બોની રા.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ