19 કાહાકા પોરમેહેર આબહા પ્રસન્નતા ઈ વાત યામાયજ હેય કા, પોરમેહેરા પુરો સ્વભાવ ખ્રિસ્તામાય રોય.
ચ્યેજ સમયે ઈસુ પવિત્ર આત્મામાય આનંદાકોય બાઆય ગીયો, એને આખ્યાં, “ઓ આબા, હોરગા એને દોરતી માલિક, આંય તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો, હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.
કાહાકા ચ્યા સદા મોયા પરિપૂર્ણતા કોય આપા બોદહાન બોરકાત વોય બોરકાત મીળહી.
કાહાકા, જ્યાલ પોરમેહેરે દોવાડયો તો પોરમેહેરા વાત આખહે, કાહાકા પોરમેહેર ચ્યાલ બો બોદા પવિત્ર આત્મા દેહે.
આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.
વિસ્વાસી લોકહા મંડળી ખ્રિસ્તા શરીર હેય, એને ખ્રિસ્ત શરીરા ટોલપી હેય, એને મંડળી ખ્રિસ્તાકોય બાઆલી હેય, જો બોદે જગ્યા બોદી વસ્તુહુલ ચ્યા હજરીકોય બોઅય દેહે.
ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.
પોરમેહેર આપહેવોય પ્રેમ કોઅહે, યાહાટી ચ્યાય બોજ પેલ્લાથીજ ઓ નિર્ણય કોઅયો કા, તો ઈસુ ખ્રિસ્તાકોય ચ્યા પોહહા રુપામાય ગોદ લી, પોરમેહેરાય એહેકેન ચ્યા હારી ઇચ્છાકોય એને આનંદકોય કોઅલા હેય.
ઈસુ ખ્રિસ્ત જો નિચે યેનો, તો તોજ માઅહું હેય, જો આકાશા કોઅતાબી ઉચે હોરગામાય ચોડયો, એટલે તો બોદી દુનિયાલ પોતાના ઉપસ્થીત્યે કોય બોઅય દેય.
કાહાકા તો તોજ હેય, જો પોરમેહેરા બુદ્દિ એને જ્ઞાન વળાખ કોઆડેહે, જેથી ચ્ચા ખોજાના હારકા હેય જીં દુબાડી થોવલાં આતા. કેવળ ખ્રિસ્તજ ચ્યાલ જાંઅહે એને તો ચ્યાલ બોદા લોકહાન દેખાડેહે.
યાહાટી છેતરાય મા જાહા, કાહાકા જોવે ખ્રિસ્ત માઅહું બોન્યો, તોવેબી તો પુરીરીતે પોરમેહેર આતો.
યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.