7 જ્યેં માઅહે ચ્યાઆરે આતેં, ચ્યે ઠાઅકે રોય ગીયે; કાહાકા આવાજ તો ચ્યે વનાતે આતેં, બાકી કાદાલ દેખાતા નાંય આતા.
તોવે જ્યા લોક ઉબા રોયન વોનાય રીઅલા આતા, ચ્યાહાય આખ્યાં ઈ તો વાદળામાય ગાજ્યા, બીજહાંય આખ્યાં, “કાદો હોરગા દૂત ચ્યાઆરે બોલ્યો.”
એને મા હાંગાત્યાહાય ઉજવાડા દેખ્યા, એને જો મા આરે બોલતો આતો ચ્યાહાય ચ્યા આવાજબી વોનાયા, બાકી ચ્યા હોમજી નાંય હોક્યા કા તો માન કાય આખી રિયહો.