40 તોવે પિત્તરે બોદહાલ બાઆ કાડી દેના, એને માંડયે પોડીન પ્રાર્થના કોઅયી, એને કુડયે એછે એઇન આખ્યાં, “ઓ તબીથા, ઉઠ” તોવે ચ્યેય ચ્યે ડોળા ઉગડાવ્યા, એને પિત્તરાલ દેખીન ઉઠી બોઠી.
બાકી તું જોવે પ્રાર્થના કોએ, તોવે તો ખોલ્યેમાય જો, એને બાઅણા બંદ કોઇન તો આબહો જો ગુપ્તમાય હેય ચ્યાલ પ્રાર્થના કોઓ, તોવે તો આબહો તુલ ગુપ્તમાયને એઅહે, તુલ પ્રતિફળ દેઅરી.”
બાકી જોવે ચ્યે લોકહા ટોળાલ બાઆ કાડી દેના, એને ચ્યે ગોઅમે જાયન પોહયે આથ દોઅયો એને તી જીવી ઉઠી.
જોવે ઈસુય દેખ્યાકા, આજુબી બોજ ગીરદી ઓઅઇ રિઅલી હેય, તોવે ચ્યા બુતાલ દોમકાડીન આખ્યાં કા, “ઓ બુત, જીં યા પોહાલ બોઅરો બોનાવી રોયહો એને બોલાહાટી રોકી રોયહો, આંય તુલ એહેકેન આગના કોઅતાહાંવ, કા એલામાઅને નિંગી જો, એને પાછો વોળી યેયના નાંય.”
એને ચ્યાહા પાહને વાહાયોક દુર જાયને, તો માંડયે પોડીન પ્રાર્થના કોઅરા લાગ્યો.
પોહયી આથ દોઓઈન ઈસુવે પોહોયીલ આખ્યાં, “તાલીતા કુમ” યા મોતલાબ હેય, “ઓ પોહી, આંય તુલ આખહુ, ઉઠ.”
ઈ આખીન તો માંડયે પોડયો એને બોદહાઆરે પ્રાર્થના કોઅયી.
હાંત દિહી પાછે જોવે તાઅને આમહે જાયના સમય યેનો, તે આમા તાઅને નિંગીન ચાલ પોડ્યા એને ચ્યા બોદા લોકહાય થેઅયો એને પોહહા હાતે આમહાન શેહેરા બાઆ હુદુ પોઅચાડયા, એને આમહાય દોરિયા મેરાવોય માંડયે પોડીન પ્રાર્થના કોઅયી.
પુબલીયુસા આબહો બોજ જોરાકોય એને આઁવ લોય કોય રોગી એને મરડા થી પીડાતો આતો. આમી પાઉલે ચ્યા ગોઓ ખોલ્યેમાય જાયન પ્રાર્થના કોઅયી, એને ચ્યાવોય આથ થોવિન ચ્યાલ હારો કોઅયો.
પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.