34 પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ એનિયાસ! ઈસુ ખ્રિસ્ત તુલ હારો કોઅહે, ઉઠ, તો પાથારી લેય લે” તોવે તો તારાત ઉઠીન ઉબો રિયો.
ઈસુવે આથ લાંબો કોઇન ચ્યા આથ દોઅયો, એને આખ્યાં, મા મોરજી હેય કા તું ચોખ્ખો ઓઅઇ જો “એને તો તારાતુજ કોઢમાયને ચોખ્ખો ઓઅઇ ગીયો.
બાકી તુમહાન ખોબાર પોડા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના ઓદિકાર દેનલો હેય.” ચ્યાહાટી ઈસુ લખવાવાળા માઅહાન આખહે. “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.”
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
તી બોજ દિહી લોગુ એહકોયજ કોઅતી રિયી, બાકી પાઉલ હેરાન જાયો, એને ફિરીન ચ્યા બુતાલ આખ્યાં, “આંય તુલ ઈસુ ખ્રિસ્તા નાંવા કોઅઇ આગના દેતહાવ, કા ચ્યેમાઅને નિંગી જો એને તી ચ્યેજ ગેડી નિંગી ગીયા.”
ઈ એઇન પિત્તરે લોકહાન આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમહાન યા માઅહાલ એઇન કાહા નોવાય લાગી? એને આમહે એછે એહેકેન કાહા દારી-દારી એઅતાહા? કા જેહેકેન આમહાયજ આમહે શક્તિ કા ભક્તિ તાકાતેવોય યા માઅહાલ ચાલા-ફિરા લાયકે બોનાડી દેનો.
ખ્રિસ્ત ઈસુ નાવામાય બોરહો કોઅલા લીદે યા માઅહાલ જ્યાલ તુમા જાંઅતેહે, જ્યાલ તુમા યે સમયે એઅઇ રીયહે, ચ્ચાલ તાકાત દેનલી હેય ઈ માઅહું ઈસુ નાવામાય એને ખ્રિસ્ત ઈસુમાય બોરહો કોઅલા લીદે બિલકુલ હારો હુદરી ગીઅલો હેય, જેહેકેન તુમા પોતે એઇ રીઅલા હેય.”
તોવે પિત્તરે આખ્યાં, “ચાંદી એને હોના તે માયેપાંય હેયેજ નાંય, જીં હેય તી તુલ આંય દેતહાવ, નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય ઉઠ એને ચાલતો લાગ.”
તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.
તાં ચ્યાલ એનિયાસ નાંવા લખવા રોગી માઅહું મિળ્યો, જો આઠ વોરહાથી ખાટલે પોડી રોઅલો આતો.
એને લુદ્દા એને શારોન શેહેરા રોનારા બોજ લોક ચ્યાલ દેખીન પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.