19 પાછા ખાઅના ખાયન તાકાત મેળવી. તો કોલહાક દિહી દમસ્ક શેહેરા શિષ્યહાઆરે રિયો.
એને જોવે ચ્યાલ મિળ્યો તોવે ચ્યાલ અન્તાકિયા શેહેર લેય યેનો, એને એહેકેન જાયા કા શાઉલ એને બારનાબાસ યોક વોરહા લોગુ મંડળીઆરે મિળતા એને બોજ લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હિકાડતા રિયા, એને શિષ્ય બોદહા પેલ્લા અન્તાકિયા શેહેરામાય ખ્રિસ્તી આખાયા.
તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.
બાકી પેલ્લા દમસ્ક શેહેરા, પાછા યેરૂસાલેમ શેહેરા રોનારાહાલ, તોવે યહૂદી વિસ્તારા બોદા ઇલાકામાય એને ગેર યહૂદીયાહાલ માયે સંદેશ દેનો કા પાપ કોઅના છોડી દા એને પોરમેહેરાએછે ફિરીન એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા.
એને તારાતુજ ચ્યા ડોળાહાઉપરે માછલા બિંગડાહા હારકે છાલટેં જેહે પોડયેં એને તો એઅરા લાગ્યો, એને ઉઠીન બાપતિસ્મા લેદા.
શાઉલ યેરૂસાલેમ શેહેરામાય જાય પોઅચ્યો તોવે ચ્યેય શિષ્યહાઆરે મિળી જાઅના કોશિશ કોઅયી બાકી બોદા ય્યાલ બિઅતા આતા, કાહાકા ચ્યાહાન બોરહો નાંય ઓઅતો આતો, કા તોબી શિષ્ય બોની ગીયહો.
લુદ્દા શેહેર યાફા શેહેરા પાહે આતા, શિષ્યહાય ઈ વોનાઈન કા પિત્તર તાં હેય, બેન માઅહે દોવાડીન ચ્યાલ વિનાંતી કોઅયી, “જલદીથી જલદી આમાહાપાય યેય જો.”
એને જ્યા મા કોઅતા પેલ્લા પ્રેષિત આતા ચ્યાહાથી સલાહા લાંહાટી આંય યેરૂસાલેમ શેહેરામાય નાંય ગીયો, બાકી તારાત અરબ દેશામાય ગીયો એને તાઅને પાછો દમસ્ક શેહેરામાય વોળી યેનો.