11 તોવે પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “ઉઠીન સીધી નાંવા હેરીમાય જો, એને યહૂદા ગોઅમે શાઉલ નાંવા યોક તારસુસમાય રોનારાલ હોદ; કાહાકા તો પ્રાર્થના કોઇ રિઅલો હેય.
ઈસુવે ચ્યેલ જાવાબ દેનો, “તું નાંય જાંએ કા પોરમેહેર તુલ કાય દાં માગહે, એને તું નાંય જાંએ કા કું તોવોય પાઆય માગહે. જોવે તું જાઅતી, તે તું માવોઅને ચ્યાલ માગતી એને આંય તુલ પાઆય દેતો જીં જીવન દેહે.”
એને ચ્યેય આમહાન આખ્યાં કા, માયે યોક હોરગા દૂતાલ મા ગોઅમે યેઇન ઉબો રોઅલો દેખ્યો, જ્યાંય માન આખ્યાં, યાફા શેહેરામાય માઅહે દોવાડીન સિમોન જ્યાલ પિત્તર આખતેહે, ચ્યાલ હાદી લે.
તોવે બારનાબાસ અન્તાકિયા શેહેરામાઅને શાઉલાલ હોદાહાટી તારસુસ શેહેર જાતો રિયો.
એને ચ્યા સમયા પેલ્લા જો કાદો પ્રભુવા નાંવ લેઅરી, તોજ તારણ મેળવી.
પાઉલે આખ્યાં, “નાંય, આંય તે કિલિકિયા વિસ્તારા યોક મહત્વપૂર્ણ તારસુસ શેહેરા નાગરીક યોક યહૂદી માઅહું હેતાઉ, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન લોકહાન વાતો આખા દે.”
આંય તે યહૂદી હેતાંવ, મા જન્મો કિલિકિયા વિસ્તારા તારસુસ શેહેરામાય જાયો, બાકી યા શેહેરામાય ગમાલીયેલા પાગહાપાય બોહીન શિક્ષણ મેળવ્યા, એને આગલ્યા ડાયાહા નિયમબી હારેરીતે હિકાડલા ગીયા, એને આંયબી પોરમેહેરાહાટી ઓહડો ઉત્સાહી આતો, જેહેકેન તુમા બોદા આજે હેતા.
યાહાટી તું પાપ કોઅના બંદ કોઇન પ્રભુલ પ્રાર્થના કોઓ, ઓઈ હોકહે પોરમેહેર તો ખારાબ વિચારાહાલ માફ કોઇ દેય.
પાછે પ્રભુ યોક હોરગા દૂતાય યેયન ફિલિપાલ આખ્યાં, “ઉઠ એને દક્ષીણ એછે ચ્યે વાટેવોય જો, જીં વાટ યેરૂસાલેમ શેહેરાઇહીને ગાજા શેહેરા એછે જાહે” ઈ રેઅટાવાળી વાટ હેય.
ઈ જાઇન વિસ્વાસી બાહા ચ્યાલ કૈસરીયા શેહેરામાય લેય યેના, એને જાહાજા માય ચ્યાલ તારસુસ દોવાડી દેનો જીં ચ્યા વોતની શેહેર આતા.