33 ચ્યા નિંદા કોઅયી એને ચ્યાલ ન્યાય નાંય મિળ્યો, કોદાચ કાદોબી ચ્યા વંશા બારામાય આખી નાંય હોકે, કાહાકા ચ્યા વંશ ઓઅરા પેલ્લા ચ્યાલ માઆઇ ટાક્યો.”
યાહાટી નપુસકાય ફિલિપાલ પુછ્યાં, “આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, ઈ આખ કા ભવિષ્યવક્તા ઈ કા બારામાય આખહે, પોતા બારામાય કા બિજા કાદા બારામાય?”