1 શાઉલ પુરીરીતે સ્તેફનુસા મોરણા સહમત આતો. ચ્યેજ દિહી યેરૂસાલેમ શેહેરા મંડળીવોય મોઠી સતાવણી શુરવાત જાયી એને પ્રેષિત છોડીન બિજા બોદા ને બોદા યહૂદીયા વિસ્તાર એને સમરૂન ભાગામાય વિખરાય ગીયા.
એને બીજહાંય ચ્યા ચાકારાહાન દોઓઈન નકાર કોઅયા એને માઆઇ ટાક્યા.
યાહાટી મા આખલ્યા વોનાયા, આંય તુમહાપાય ભવિષ્યવક્તા, બુદ્યેવાળા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ દોવાડુહુ, એને તુમા ચ્યાહામાઅને કોલાહાલ યોક માઆઇ ટાકહા, એને કોલહાક હુળીખાંબાવોય ચોડવાહા, એને કોલહાક તુમહે સોબાયે ઠિકાણે ચોપકાહા માર ઠોકહા, એને કોલહાક યોકા ગાવામાઅને બિજા ગાવામાય તાંગાડતા ફીરહા.
“તુમા યા દુનિયા લોકહાહાટી મીઠાં રોકે હેય, બાકી જોવે મીઠાં હોવાદવોગાર ઓઅઇ જાય, તોવે ચ્યાલ કોઅહી વસ્તુકોય ખારાં કોઅવામાય યેય? પાછે તીં કાંઇજ કામ નાંય લાગે, સિવાય યા કા ચ્યાલ બાઆ ટાકી દેયના એને માઅહા પાગા તોળે છુંદી દેઅના.
જીં માયે તુમહાન આખ્યેલ કા, “માલિકા કોઅતો ચાકાર મોઠો નાંય,” તી વાત યાદ કોઆ ચ્ચાહાય માન સોતાવ્યા, તો ચ્ચા તુમહાનબી સોતાવી,, જોવે ચ્યે મા વાત પાળી, તોવે તુમહે બી વાત પાળી.
ચ્યા તુમહાન ચ્યાહા સોબાયે ઠિકાણા માઅને કાડી દી, બાકી ઓહડો સમય યી રોયહો, કા જો કાદો તુમહાન માઆઇ ટાકી, તો એહેકોય હોમજી કા આંય પોરમેહેરા સેવા કોઅતાહાંવ.
બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
અન્તાકિયા શેહેરા મંડળીમાય કોલહાક ભવિષ્યવક્તા એને શિક્ષક આતા, બારનાબાસ, સિમોન જ્યા બિજા નાંવ નીગર આતા, કુરેન શેહેરા લુકીયુસ, હેરોદ રાજા બાહા મનાહેમ એને શાઉલ.
યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.
એને પોરમેહેરા સ્તુતિ કોઅતે આતેં, એને બોદા લોક ચ્યાહાથી ખુશ આતા; એને જ્યા તારણ મિળવેત, ચ્યાહાન પ્રભુ દિનેરોજ ચ્યાહામાય મેળવી દેતો આતો.
એને જોવે તો સાક્ષીદાર સ્તેફનુસા લોય વોવાડલાં જાય રીયલા આતા, તોવેબી આંય તાં ઉબો આતો, એને યે વાતમાય ભાગીદાર આતો, એને ચ્યા ખૂન કોઅનારાહા ડોગલાહા રાખવાળી કોઅઇ રીયલો આતો.’
એને માયે યેરૂસાલેમ શેહેરામાય એહકોયજ કોઅયા, એને મુખ્ય યાજકાહા પાઅને ઓદિકાર મેળવીન બોજ પવિત્ર લોકહાન જેલેમાય ટાક્યા, એને જોવે ચ્યાહાન માઆઇ ટાકાલા જાતા આતા, તેરુંબી ચ્ચાહા વિરુદમાય પોતાની પરવાનગી દેતો આતો.
એને પ્રેષિતાહાન દોઇન જેલેમાય કોંડાડી દેના.
“જાયા, દેવાળામાય ઉબા રોયન, લોકહાન યા નોવા અનંતજીવના બારામાય આખા.”
જોવે મોઠી સોબાયે લોક ઈ વોનાયા, એને ખિજવાઈ ગીયા, એને પ્રેષિતાહાન માઆઇ ટાકના વિચાર કોઅતા લાગ્યા.
તોવે ચ્યાહાય ચ્યા વાત માની લેદી, એને પ્રેષિતાહાન હાદિન માર ઠોકાડયો, એને ચ્યાહાન ઈ આગના દેની કા આમીને ઈસુ નાવાકોય કાયજ નાંય આખના એને પાછે ચ્યાહાન છોડી દેના.
ઓજ મૂસા યોક ભવિષ્યવક્તા રુપામાય આપહે આગલ્યા ડાયહા આરે આતો જોવે ચ્યે ઉજાડ જાગામાય હોરગા દૂતા આરે યોકહાતે બેગે આતેં, તાં સીનાય ડોગાવોય મૂસાલ જીવન દેનારા વચન મિળ્યાં એને ચ્યાય આપહે લોગુ પોઅચાડી દેના.
યો વાતો વોનાઈન યહૂદી આગેવાન બોજ ખિજવાય ગીયા એને સ્તેફનુસાવોય દાત કોકડાવા લાગ્યા.
એને ચ્યાલ યેરૂસાલેમ શેહેરા બાઆ લેય જાયને દોગડાટા લાગ્યા, યે સમયે જ્યાહાય સ્તેફનુસાવોય દોષ લાવલો આતો ચ્યાહાય ચ્યાહા ઉપર્યે ડોગલેં શાઉલ નાંવા યોક જુવાન્યાપાય થોવી દેને, કા તો ચ્યાહા રાખવાળી કોએ.
જોવે પ્રેષિત યેરૂસાલેમ શેહેરમાય ઈ વોનાયા, સમરૂન માઅને લોકહાય પોરમેહેરા વચન માની લેદહા તોવે પિત્તરાલ એને યોહાનાલ ચ્યાહાપાય દોવાડયા.
એને કોલહાક પોરમેહેરા આદર કોઅનારા માટડાહાંય સ્તેફનુસાલ કોબારેમાય દાટ્યો, એને ચ્યાહાટી તે બોજ શોક કોઅયો.
બાકી જ્યા વિસ્વાસી વિખરાય ગીઅલા આતા, ચ્યા હારી ખોબાર આખતા ફિર્યા.
ફિલિપ નાંવા યોક વિસ્વાસી યેરૂસાલેમ શેહેરામાઅને એને સમરૂન ભાગા યોકા શેહેરામાય જાયને લોકહાન ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર કોઅરા લાગ્યો.
યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.
ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.
ઓ વિસ્વાસ્યાહાય, મા ઇચ્છા હેય, કા તુમા જાંઆય લેય કા જીં આંય કૈદમાય બોગવી રિઅલો હેય, ચ્યાકોય હારી ખોબાર આખાહાટી રુકાવાટ નાંય ઓએ બાકી મોદતરૂપ બોનલા હેય.
બોરહો કોઅના લીદેજ ચ્યે મિસર દેશાલ છોડી દેના એને રાજા ગુસ્સાલ નાંય બિઅયો, કાહાકા તો હુમજી ગીયો કા જો અદૃશ્ય હેય ચ્યા પોરમેહેરાલ એઅયોહો એહેકેન માની લેદો.