50 કાહાકા માયે પોતે હોરગા એને દોરતી બેની જાગામાય બોદા કાય બોનાડલા હેય.
“ઓ લોકહાય, તુમા કાય કોઇ રીઅલા હેય? આમા બી તે તુમહે હારકે દુ:ખ-સુખ બોગાવનારે માઅહે હેય, એને તુમહાન હારી ખોબાર આખજેહે કા તુમા યે નોકામ્યે વસ્તુહુથી આલાગ ઓઇન જીવતા પોરમેહેરાએછે યા, જ્યાંય આકાશ એને દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય હેય બોનાડ્યા.
જ્યા પોરમેહેરાય દોરતી એને ચ્યેવોયને બોદયે વસ્તુહુલ બોનાડયાહા, તો હોરગ્યા એને દોરત્યે માલિક ઓઇન આથેકોય બોનાવલા મંદિરામાય નાંય રોય.