49 પોરમેહેર આખહે, હોરગા મા રાજગાદી એને દોરતી મા પાગ થોવના જાગો હેય, મા હાટી તુમા કોહોડે રીતે દેવાળા બોનાડાહા? એને મા આરામ કોઅના કોઅહો જાગો રોય?
જીં માઅહું હોરગા કોસામ ખાય તી પોરમેહેરા સિંહાસન એને ચ્યાવોય બોહનારા કોસામ ખાહે.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ બોદા એએતાહા બાકી, આંય તુમહાન આખહુ, યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઅઇ દી.”
ઈસુય ચ્યેલ આખ્યાં, “ઓ બાઈ, તું મા વાતવોય બોરહો કોઓ કા એહેકેન સમય યેય રોયહો કા તુમા યા ડોગાવોય એને યેરૂસાલેમ શેહેરામાયબી પોરમેહેર આબહા ભક્તિ નાંય કોઇ હોકહા.
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.